Home /News /surat /Surat Police: કાડોદરા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ થતા મહિલાઓએ ફટાકડા ફોડી ઉઝવણી કરી
Surat Police: કાડોદરા પોલીસ સ્ટેશનના PSI સસ્પેન્ડ થતા મહિલાઓએ ફટાકડા ફોડી ઉઝવણી કરી
સુરતના કડોદરના અરિહંત પાર્ક સોસાયટીની મહિલાઓએ કડોદરાના પી.એસ.આઈ. સસ્પેન્ડ થતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
Surat Police: સુરત જિલ્લાના કડોદરા પોલીસ મથકના PSI એ.બી. મોરીને સસ્પેન્ડ કરતા સ્થાનિકો લોકોમાં ખુશી જોવા મળી હતી. PSI મોરીએ મહિલા પોલીસ સહકર્મીને તેમજ મહિલા જી.આર.ડી અને અરજદારને અશોભનીય મેસેજ કરવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા આજરોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આ વાતને કડોદરાના અરિહંત પાર્ક સોસાયટીમાં રહેતી મહિલાઓએ PSI ના સસ્પેન્શનને લઇ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
સુરત (Surat)માં ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા (Grishma Vekaria Murder) કેસ બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Gujarat Homeminister Harsh Sanghvi) પણ પોલીસને કડક આદેશ આપ્યો છે કે મહિલાઓ અને યુવતીઓ સાથે ગેરવર્તન કરનારા લોકોને બક્ષવામાં આવે નહીં ત્યારે કાડોદરા (Kadodra Police Station)ના પી.એસ.આઈ. દ્વારા મહિલાઓ સાથે ઉદ્ધતાપૂર્ણ વર્તન કરવા બદલ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે પીએસઆઇને સસ્પેન્ડ કરાતા મહિલાઓએ ફટાકડા ફોડીને ઉઝવણી કરી હતી.
સુરતના કડોદરના અરિહંત પાર્ક સોસાયટીની મહિલાઓએ કડોદરાના પી.એસ.આઈ. સસ્પેન્ડ થતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. હરિહંત પાર્કમાં ચાલતા વિવાદને લઈને મહિલાઓએ ફરિયાદ કરતા પી.એસ.આઈ. એ મહિલાઓ સાથે અશોભનીય વર્તન કર્યું હતું.
સુરત જિલ્લાના કડોદરા પોલીસ મથકના PSI એ.બી. મોરીને સસ્પેન્ડ કરતા સ્થાનિકો લોકોમાં ખુશી જોવા મળી હતી. PSI મોરીએ મહિલા પોલીસ સહકર્મીને તેમજ મહિલા જી.આર.ડી અને અરજદારને અશોભનીય મેસેજ કરવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા દ્વારા આજરોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે આ વાતને કડોદરાના અરિહંત પાર્ક સોસાયટીમાં રહેતી મહિલાઓએ PSI ના સસ્પેન્શનને લઇ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. એક તરફ ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ માટે અનેક જનજાગૃતિનાં કાર્યક્રમો કરે છે તો આ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરતા મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
મહિલાઓ એ આક્ષેપ કર્યા હતા કે અરિહંત પાર્કમાં આવેલ સોસાયટીમાં ચાલતા મંદિર વિવાદને લઈ સોસાયટીની મહિલાઓ પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે ગઈ હતી. ત્યારે PSI એ.બી. મોરી દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. અને પોલીસ મથકમાંથી કાઢી મુક્યા હતા. ત્યારે આજે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો મહિલાઓ ભેગી થઈ હતી. અને સોસાયટીમાં ફટાકડા ફોડીને ઉજવણી કરતા જોવા મળી હતી.