ખાડીને લઈને જ લાંબા સમયથી સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે
કોંગ્રેસ પાર્ટીએ શાસકો અને વિપક્ષ ભાઈ-ભાઈના બેનરો ખાડી નજીક મારીને વિરોધ દર્શાવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં મધ્યમાંથી પસાર થતી ખાડીને લઈ સ્થાનિકોએ અનેક વખત વિરોધ નોંધાવ્યો છે. ખાડી સફાઈ નહીં થતા ખાડીમાં મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
સુરત (Surat News)ના પુણા વિસ્તારમાં દુર્ગંધ મારતી ખાડી (Surat Pollution)ની સમસ્યા લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 20 વર્ષથી ખાડીના કારણે લોકો હેરાન પરેશાન છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ નિકાલ નથી આવ્યો ત્યારે ફરીથી સુરત શહેર કોંગ્રેસ (Surat Congress) સમિતિ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં શાસક અને વિરોધ પક્ષ ભાઈ-ભાઈ નામના બેનર મારીને વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસ પાર્ટીએ શાસકો અને વિપક્ષ ભાઈ-ભાઈના બેનરો ખાડી નજીક મારીને વિરોધ દર્શાવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં મધ્યમાંથી પસાર થતી ખાડીને લઈ સ્થાનિકોએ અનેક વખત વિરોધ નોંધાવ્યો છે. ખાડી સફાઈ નહીં થતા ખાડીમાં મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નેતાઓ અને મનપાને વારંવાર રજુઆત છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ખાડીની આસપાસની 14 સોસાયટીના લોકોને રોગચાળો ફેલાવાનો ડર લાગી રહ્યો છે.
ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થતાની સાથે જ સ્થિતિ અસહ્ય થશે. ત્યારે તેના ભાગરૂપે સુરત કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધના શૂર પુરીને શાસકો સામે અનેક આક્ષેપો કરાયા છે. શાસકો અને વિપક્ષ ભાઈ-ભાઈના બેનરો ખાડી નજીક મારીને વિરોધ દર્શાવ્યો હતો. શહેરના મેયર અને ડેપ્યુટી મેયરના ફોટો ખાડી લગાવામાં આવ્યો છે. તેમજ તેની સામે આપના વિરોધપક્ષના નેતાનો પણ ફોટો લગાવીને ભાઈ-ભાઈ હોવાનું લખાણ લખીને વિરોધ દશાવ્યો છે.
ખાડીને લઈને જ લાંબા સમયથી સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે અને જે સમસ્યા છે કે તંત્ર સામે મૂકવામાં આવી છે પરંતુ તંત્ર જાણે બહેરુ થઈ ગયું હોય એમ લોકોની સમસ્યા દેખાતી નથી ત્યારે હવે આ વિસ્તારના આગેવાનો લોકોની સમસ્યા લઈને સત્તાધારી પક્ષ સામે જોઈ રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ ખાડીને લઈને પછી સમસ્યા જે લોકોને નિરાકરણ મળે છે કે કેમ?
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર