Home /News /surat /Professor Success: સલામ છે આ પ્રોફેસરને, કેન્સરના રોગે ચાર સ્વજનોને છીનવી લીધા, પછી કેન્સરનું મૂળ શોધી તેનો ઉકેલ શોધ્યો!

Professor Success: સલામ છે આ પ્રોફેસરને, કેન્સરના રોગે ચાર સ્વજનોને છીનવી લીધા, પછી કેન્સરનું મૂળ શોધી તેનો ઉકેલ શોધ્યો!

X
સુરતના

સુરતના આ પ્રોફેસરની છે અનોખી કહાની

કેન્સર પાછળનું એક કારણ આજે દૂષિત રીતે થતી ખેતી પણ છે. વધુ પાક ઉગાડવા માટે આજે ખેતીમાં અયોગ્ય રીતે કેમિકલનો ઉપયોગ કરી અયોગ્ય પ્રમાણમાં રાસાયણિક દવા તેમજ ખાતરનું ઉપયોગ કરવામાં આવે છે. જેને લઇ આજે ખેતીલાયક જમીન પણ દુષિત થઈ છે. 

Mehali Tailor, Surat: પોતાના પ્રિય સ્વજનોને ગુમાવવાનું દુઃખ દરેક ન હોય છે તો આ સમયે કેટલાક લોકો તૂટી જાય છે તો કેટલાક લોકો તેને જીવનનું એક મક્ષદ બનાવે છે. સ્વજન ગુમાવ્યા બાદ પોતાના જીવનને કઈ રીતે સમાજસેવામાં ઉપયોગ કરવો તેનું ઉત્તમ ઉદાહરણ સુરતના એક પ્રોફેસર સલીમ ચનની વાલાએ પૂરું પાડ્યું છે. કેન્સરના રોગે આ પ્રોફેસરના ચાર સ્વજનોને છીનવી લીધા. જેમાં આ પ્રોફેસરે પોતાનું જીવન સમાજ સેવા કરી એટલે કે કેન્સરનું મૂળ શોધી તેને કઈ રીતે મટાડી શકાય તેની પાછળ કાઢ્યું.

દૂષિત ખેતી દ્વારા પણ હવે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

કેન્સર પાછળનું એક કારણ આજે દૂષિત રીતે થતી ખેતી પણ છે. વધુ પાક ઉગાડવા માટે આજે ખેતીમાં અયોગ્ય રીતે કેમિકલનો ઉપયોગ કરી અયોગ્ય પ્રમાણમાં રાસાયણિક દવા તેમજ ખાતરનું ઉપયોગ કરવામાં આવે છે. જેને લઇ આજે ખેતીલાયક જમીન પણ દુષિત થઈ છે. અને આ જ દૂષિત જમીન પર ખેતી કરવા માટે દૂષિત દવાનો ઉપયોગ કરવામાં આવે છે.



જેને લઇ બજારમાં મળતા તાજા શાકભાજી અને ફળ પણ એક કેન્સરનું કારણ બન્યું છે એવું કહી શકાય. અને આ કારણ પ્રોફેસર એ તારવ્યું. પ્રોફેસરે  પોતાને રિટાયરમેન્ટ પહેલા જમીનને દૂષિત થતી કઈ રીતે રોકવી અને જે ફળ શાકભાજી લોકો સુધી પહોંચે છે. તે ખરેખર ઓર્ગેનિક કઈ રીતે બને તે માટેની દવા રિસર્ચ કરી.

રાસાયણિક દવા છોડી ખેડૂતો આ ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરી બમણો પાક ઉગાડ્યો

પ્રોફેસર એ અને તેના સાથે મિત્રોએ આ દિશામાં એક સાચી શોધ કરી એક લિક્વિડ ફોર્મમાં ખાતર અને દવા તૈયાર કર્યો. જેમાં બાયોગેસ અને કેમિકલ રહિત કુદરતી વસ્તુનો ઉપયોગ કરી દવા તૈયાર કરી આ દવાને તેઓએ જાતે ખેડૂતો પાસે જઈને તેમને સમજાવી તેમના ખેતરના ઉપયોગ કરવાનું કહ્યું.

આ દવાના ઉપયોગનું પરિણામ દરેક ખેડૂતોને મળ્યું દવાનો ઉપયોગ બાદ તેમના જમીનની ફળદ્રુપતાની સાથે તેમના પાકની ગુણવત્તા તો વધી જ સાથે પાક પણ બમણો થવા માંડ્યો. ધીરે-ધીરે જેમ જેમ ખેડૂતો આ દવા વિશે જાણકાર બને છે તેમ તેમ હવે ખેડૂતો રાસાયણિક દવા છોડી આ ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરતા થયા છે.
First published:

Tags: Local 18, Professor, Success, સુરત