સુરતમાં (surat) ખાનગી હૉસ્પિટલની (private) વધુ એક બેદરકારી સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં (pandesara) આવેલી એક હૉસ્પિટલના સંચાલકોએ કોરોનાના દર્દીનો (corona patient) મૃતદેહ રસ્તા પર રઝળતો મૂકી દેતા હોબાળો મચી જવા પામ્યો હતો. જોકે આ મામલે પરિવારોએ હોબાળો મચાવવાની સાથે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, તે હૉસ્પિટલનું બિલ નહીં ભરતા હૉસ્પિટલ દ્વારા મૃતદેહ રસ્તા પર મૂકી દીધો હતો. આ મામલે હવે હોસ્પિટલની માનતા નેવી મુક્યાનો વીડિયો સામે આવતા આ ઓડિશા સમાજનાને ન્યાંય મળે તે માટે સમાજના આગેવાનો આગળ આવીને અધિકારી આ મામલે ગુનો દાખલ કરવા સાથે કાર્યવાહી કરવાની કરી છે માગ સુરતમાં (surat) માનવતા જાણે મરી પરવારી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ મામલે હૉસ્પિટલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
બે દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી પ્રિયા જનરલ હૉસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકના પિતાએ જણાવ્યું હતું કે, તેના પુત્રને તાવ આવતો હોવાથી ડૉક્ટરની દવા લીધી હતી.જોકે સારું નહીં થતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ડૉક્ટરે અઢી હજારમાં સારું થઈ જશે એવું કહ્યું હતું.
જોકે ડૉક્ટરે એક્સરે પડાવાનું કહેતા એક્સ-રે પડાવી વધુ ખર્ચ થશે તેવું જણાવ્યું હતું અને દવા લઈ માટે બે દિવસમાં ચાર હજારથી વધુ કિંમતની દવા મંગાવી હતી અને ત્યારબાદ 10-10 હજાર બે વાર ડિપોઝિટ કરવા કહ્યું હતું. જોકે, આટલું કરવા છતાં પણ તેઓના દીકરો મૃત્યુ પામ્યો અને હૉસ્પિટલ બહાર રોડ ઉપર મૂકીને હૉસ્પિટલ સંચાલકોએ તાળા મારી દીધા હતા.
જેને લઇને તેઓ રોષે ભરાતા હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જોકે આ હોસ્પિટલ ની માનવતા નેવે મુકીયાના પુરાવા સામે આવ્યા છે. તે દિવસના સીસીટીવીમાં હોસ્પિટલ મૃતદેહ મૂકીને માનવતાની હત્યા કરતા દેખાયા હતા.
સુરતઃ બિલ ન ભરતા સુરતની ખાનગી હૉસ્પિટલે પુત્રનો મૃતદેહ રસ્તા પર રઝળતો મુક્યો હોવાના CCTV આવ્યા સામે pic.twitter.com/NFyDE4LN9Q
જેને લઈને ઓડિસાના આ પરિવાર ગરીબ હોવાને લઈને તેમને ન્યાય મળે તે માટે સમાજના આગેવાન આજે પોલીસ ક્સ્મિન્સનરી સાથે કલેકટર અને મનપા કમિશનર રજુવાત કરી હોસ્પિટલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહીની માંગ કરી છે તે ઉપરાંત ઓડિસા સરકારને એક નોડલ ઓફિસર ની નિમણુંક કરી તેમાં સમાજના લોકોને ન્યાં મળે તેવી માંગણી કરી હતી.
આ મામલે સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખતા મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં હૉસ્પિટલ સામે લાપરવાહી દાખવવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે આવી પરિસ્થિતિમાં હોસ્પિટલે માનતા દેખાડવાની જગ્યા પર મૃતદેહ રસ્તેરઝળતો મૂકીને આ સમયે કોરોના ફેલાવવાનું કૃત્ય કર્યુ છે તે સમાજ માટે નુકસાન કારક છે.