Home /News /surat /BRTS રોડ પર રસ્તો પસાર કરતા યુવકને ખાનગી એમ્બ્યુલન્સે લીઘો અડફેટે, ઘટના સીસીટીવીમાં કેદ

BRTS રોડ પર રસ્તો પસાર કરતા યુવકને ખાનગી એમ્બ્યુલન્સે લીઘો અડફેટે, ઘટના સીસીટીવીમાં કેદ

ઘટના સીસીટીવીમાં કેદ

Surat Accident News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનેલી ઘટનામાં નવયુવકનું મોત થયું છે. આ મામલે સુરત પોલીસે ગુણો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જો તમે બીઆરટીએસમાંથી રસ્તો પસાર કરતા હોત તો સાચવીને કરવા જેવી ઘટના સામે આવી છે.

સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનેલી ઘટનામાં નવયુવકનું મોત થયું છે. આ મામલે સુરત પોલીસે ગુણો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જો તમે બીઆરટીએસમાંથી રસ્તો પસાર કરતા હોત તો સાચવીને કરવા જેવી ઘટના સામે આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં જઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સ છે એક વિદ્યાર્થીને હડફેટે લેતા તેના શરીરને ગંભીર ઈજા થઈ હતી. જેને લઈને તેનું મોત થયું છે જોકે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ


જો તમે રસ્તો ક્રોસ કરતા હોય અને તેમાં પણ બીઆરટીએસમાંથી તો આ ખબર છે તમારા માટે કારણ કે બીઆરટીએસ રૂટમાં બસ સિવાય એમ્બ્યુલન્સ અને ફાયર સાથે પોલીસની ગાડીઓ બેફામ ગતિએ દોડતી હોય છે. સુરતમાં હજ મચાવી નાખી એવી એક ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સુરતના સરતાના સ્થિત શ્યામ વાટિકામાં રહેતો અનિલ રાજેશભાઈ ગોધાણી નામનો યુવક ગત હોય બીઆરટીએસ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક બીઆરટીએસ રૂટમાં બેફામ દોડી આવતી ખાનગી એમ્બ્યુલન્સ યુવકને અડફેટે લઈ લીધો હતો.

આ પણ વાંચો: કેસર કેરીના રસિકો માટે ખુશ ખબર, જો કમોસમી વરસાદ ન વરસ્યો તો માણી શકશો કેરીનો સ્વાદ

યુવકને સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો


આ સમયે યુવક કઈ સમજે તે પહેલા જ એમ્બ્યુલન્સ ચાલકે તેને અડફેટમાં લઈ બે ફૂટ જેટલો હવામાં ઉછાળી ફેકી દીધો હતો. જેને લઇને તેના શરીરમાં ગંભીર ઇજાઓ સાથે ફેક્ચર પણ થયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સાથે દોડી આવી આ યુવકને સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ આ યુવકનું મોત થયું હતું, જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી ચેક થવા પામી હતી.


આ મામલે પોલીસ તપાસ હાથ ધરી


અત્યારે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે ત્યારે સુરતની પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે યુવકની બેદરકારીને લઈને આકસ્માત થયા હોવાનું પ્રાથમિક જણાઈ આવે છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં બીઆરટીએસ રસ્તા પર બીઆરટીએસ બસ સિવાય માત્ર એમ્બ્યુલેન્સ અને ફાયર બ્રિગેડને જ ચાલવાની પરવાનગી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Accident CCTV, Surat news, Surat police