Home /News /surat /ચોમાસુ દસ્તક આપે તે પહેલા જ તંત્ર સજ્જ, આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રિમોન્સુન કામગીરી શરૂ
ચોમાસુ દસ્તક આપે તે પહેલા જ તંત્ર સજ્જ, આધુનિક ટેકનોલોજીની મદદથી પ્રિમોન્સુન કામગીરી શરૂ
પાણીનો ભરાવો થાય તેવા સંજોગોમાં લોકોના સ્થળાંતરની જરૂર પડી શકે છે.
આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોમાસા દરમિયાન કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિ ઉભી થાય તેને પહોંચી વળવા માટે આયોજન કરવામા આવ્યું છે. નોંધનીય છે કે કોરોનાના બે વર્ષના સમયમાં મહાનગરપાલિકા તંત્રને પ્રિમોન્સુન કામગીરી માટે સમય નહોતો મળ્યો પણ આ વર્ષે જયારે કોરોના કાબુમાં છે, ત્યારે શહેરીજનોને ચોમાસા દરમ્યાન કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે માટે આગોતરું આયોજન ગોઠવવામાં આવ્યું છે.
રાજ્યમાં ચોમાસુ માથે દસ્તક દઈ રહ્યું છે. સુરત અને દક્ષિણ ગુજરાત (Surat South Gujarat)માં પ્રિમોન્સુન એક્ટિવિટી (Premonsoon Activity)ની શરૂઆત પણ થઇ ચુકી છે. તેવામાં સુરતમાં ચોમાસા દરમિયાન તાપી નદી (Tapi River)માં પૂર કે ખાડીમાં પૂર આવે કે વધુ વરસાદ પડે તેવા સંજોગોમાં આ બધી સ્થિતિને પહોંચી વળવા માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. તાપી નદીમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પડેલા વરસાદનું પણ પાણી આવે છે. જેથી તેની પણ માહિતી સતત ઓનલાઇન મળતી રહે સાથે જ ઉકાઈ ડેમની સ્થિતિ અંગે પણ મિનિટ ટુ મિનિટ જાણકારી મળતી રહે તે માટે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સાથે ગુજરાત સરકાર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્ક રાખવામાં આવશે.
સુરત મહાનગર પાલિકા કચેરી ખાતે પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા માટે થોડા દિવસો પહેલા બેઠક કરવામાં આવી હતી. જેમાં પાલિકાના તમામ ઝોનના અધિકારીઓ સાથે સાથે સી.ડબલ્યુ.સી અને સિંચાઈ વિભાગના અધિકારીઓને પણ આ બેઠકમાં હાજર રાખવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ ઓનલાઈન સીધા સંપર્કમાં રહે તે માટે આયોજન ગોઠવવામાં આવ્યુ છે.
આ ઉપરાંત ઉકાઈના કેચમેન્ટ એરિયા અને તાપી નદીમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી છોડવામાં આવતા પાણીની વિગત પણ મહાનગર પાલિકા તંત્રને મળી રહે તે માટે પણ ચર્ચા કરવામા આવી હતી. જો આ વર્ષે શહેરમાં વધુ વરસાદ પડે તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થાય તેવા સંજોગોમાં લોકોના સ્થળાંતરની જરૂર પડી શકે છે. જો આવી સ્થિતિ ઉભી થાય તે પહેલાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા સ્થાનિક અગ્રણીઓની પણ માહિતી રાખવામાં આવશે અને અલગ અલગ આઠ ઝોનના ઝોનલ ચીફ આ અગ્રણીઓ સાથે મિટિંગ કરશે તેમજ સ્થળાંતર કે અન્ય કામગીરીમાંપણ તેમનો સહયોગ લેવામા આવશે.
આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોમાસા દરમિયાન કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિ ઉભી થાય તેને પહોંચી વળવા માટે આયોજન કરવામા આવ્યું છે. નોંધનીય છે કે કોરોનાના બે વર્ષના સમયમાં મહાનગરપાલિકા તંત્રને પ્રિમોન્સુન કામગીરી માટે સમય નહોતો મળ્યો પણ આ વર્ષે જયારે કોરોના કાબુમાં છે, ત્યારે શહેરીજનોને ચોમાસા દરમ્યાન કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે માટે આગોતરું આયોજન ગોઠવવામાં આવ્યું છે.