Home /News /surat /સુરતની આ પ્રથમ મહિલા પોલીસકર્મીએ થાઈલેન્ડમાં દેશનું નામ રોશન કર્યું, જાણી તમે પણ થઇ જશો ખુશ

સુરતની આ પ્રથમ મહિલા પોલીસકર્મીએ થાઈલેન્ડમાં દેશનું નામ રોશન કર્યું, જાણી તમે પણ થઇ જશો ખુશ

સુરતની આ પ્રથમ મહિલા પોલીસકર્મી છે જેમને થાઈલેન્ડમાં દેશનું નામ રોશન કર્યું છે.

Dragon Boat Race: સુરતની આ પ્રથમ મહિલા પોલીસકર્મી છે જેમને થાઈલેન્ડમાં દેશનું નામ રોશન કર્યું છે. તો સફળતાં મેળવી પ્રીતિ પટેલે પોતાના ગુરુ અને સાથે જ સાથ સહકાર આપનાર પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

સુરત: સપના જોવાથી નહી, પરંતુ અથાગ મહેનતથી સફળતા મળે છે. આ કહેવતને સુરત પોલીસમાં ફરજ બજાવતી મહિલાએ સાર્થક કરી બતાવી છે. સુરતનાં એક સામાન્ય પરિવારની દીકરી પ્રીતિ પટેલે પોતાનાં પરિવારની સાથે સુરત પોલીસનું નામ રોશન કર્યું છે.

ઉધના વિસ્તારમાં રહેતા પ્રીતિ પટેલે થાઈલેન્ડમાં યોજાયેલી ડ્રેગન બોટ રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સુરત પોલીસમાં ફરજ બજાવવાની સાથે પ્રીતિબેને પોતાનાં સપનાને સાકાર કરી સાબિત કરી બતાવ્યું છે કે અડગ મનનો માનવી જો એકવાર વિચારી લે તો તેને કંઈપણ નડતું નથી. બસ આ જ ધ્યેય સાથે તેમણે પોતાની ફરજ પણ નિભાવી અને સફળતાં મેળવી છે.



જોકે પ્રીતિ માત્ર કોઈ એક રમત સુધી સીમિત નથી રહી. આ અંગે પ્રીતિએ જણાવ્યું કે, સાત વર્ષ પહેલાં ડ્રેગન બોટ રમવાની શરૂઆત કરી હતી.. સૌ પ્રથમ કેરલામાં રમ્યા બાદ એશિયન ગેમ્સમાં પણ સિલેક્ટ થઈ છે. ભારત દેશ વતી ડ્રેગન બોટ સ્પર્ધામાં જીત મેળવ્યા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા પણ દિલ્હીમાં સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: BF.7 વેરિયન્ટ વિશે જલદી જાણી લો..જે શરીરના આ અંગો પર કરે છે હુમલો

સુરતની આ પ્રથમ મહિલા પોલીસકર્મી છે જેમને થાઈલેન્ડમાં દેશનું નામ રોશન કર્યું છે. તો સફળતાં મેળવી પ્રીતિ પટેલે પોતાના ગુરુ અને સાથે જ સાથ સહકાર આપનાર પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
First published:

Tags: Gujarat police, Surat police, ગુજરાત, સુરત