Home /News /surat /સુરત : કારીગરોની અછતને લઈ પાવરલુમ્સ ઠપ, માત્ર 20 ટકા ઉદ્યોગ કાર્યરત, વેપારીઓ પરેશાન
સુરત : કારીગરોની અછતને લઈ પાવરલુમ્સ ઠપ, માત્ર 20 ટકા ઉદ્યોગ કાર્યરત, વેપારીઓ પરેશાન
કારીગરોની અછતને નિવારવા માટે ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરીને કારીગરને દોડાવવામાં આવે. કારણ કે હાલમાં મહારાષ્ટ્રનું ભીવંડી માર્કેટમાં હાલમાં 70 ટકા કામ શરૂ થઇ ગયું છે
કારીગરોની અછતને નિવારવા માટે ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરીને કારીગરને દોડાવવામાં આવે. કારણ કે હાલમાં મહારાષ્ટ્રનું ભીવંડી માર્કેટમાં હાલમાં 70 ટકા કામ શરૂ થઇ ગયું છે
સુરત : કોરોનાની અસર મંદ પડ્યા બાદ છેલ્લાં દસેક દિવસથી કાપડ ઉદ્યોગમાં ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બની છે. લૉકડાઉન દરમિયાન માસ્ક અને સેનિટાઈઝર્નસા ઉત્પાદન તરફ વળેલા ઉત્પાદકો પણ હવે મૂળભૂત વેપાર પર પરત ફર્યા છે.
જોકે, કાપડ ઉદ્યોગમાં હજુ પણ કારીગરોની અછત વર્તાઈ રહી હોય ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન (ફોગવા) દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી પિયૂષ ગોયલને ટ્રેન વ્યવહાર પૂર્વવત્ત કરવાની રજૂઆત કરી છે. જેમાં ખાસ કરીને પાવર લુમ્સમાં કે જયા મોટા ભાગે તમામ કારીગરો ઓડિસ્સાના છે જેથી જયા સુધી તેઓ પરત નહિ આવે ત્યા સુધી વેપાર ગતી પકડી શકે તેમ નથી.
ફોગવાના આશીષ ગુજરાતીએ એ રજૂઆતમાં લખ્યું છે કે, લોકડાઉન દરમિયાન સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અંદાજે 15 લાખ કારીગરો યુપી, બિહાર અને ઓરિસ્સા જતા રહ્યાં હતા. હવે બજારો સુધરવા સાથે ઉત્પાદન પ્રક્રિયા પૂર્વવત્ત થઈ રહી છે, ત્યારે કારીગરોની અછતને નિવારવા માટે ફરી ટ્રેન વ્યવહાર શરૂ કરીને કારીગરને દોડાવવામાં આવે. કારણ કે હાલમાં મહારાષ્ટ્રનું ભીવંડી માર્કેટમાં હાલમાં 70 ટકા કામ શરૂ થઇ ગયું છે. જયારે સુરતમાં પાવર લુમ્સ હજુ પણ 20 ટકા કામ માણ કરી રહ્યું છે. જેથી ધંધો બીજી બાજું ડાઇવર્ટ થવાનો પણ ભઇ છે. વેપારીઓ સ્પેશયલ ટ્રેનનો ખર્ચો પણ ઉચકવા માટે તૈયાર છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડીયાએ કહ્યું કે, ઓરિસ્સાથી કારીગરોને પરત સુરત લાવવા સ્પેશ્યિલ ટ્રેનની માગણી કરાઈ હતી. જોકે, હવે રેગ્યુલર ટ્રેનો જ શરૂ કરવા રજૂઆત કરાઈ છે. સુરત-પુરી અને અમદાવાદ-પુરી ટ્રેન ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા નાવડીયાએ વ્યક્ત કરી હતી.
" isDesktop="true" id="1021384" >
ઓડિસ્સા સાથી જે રેગ્યુલર ત્રણ ટ્રેનો ગુજરાત આવતી હતી એ ત્રણેવ ટ્રેનના સ્ટોપેજ સુરત થઇને હતા. પરંતુ એ પહેલા ચાલું કરવામાં આવવા જોઇએ સાથો સાથ સ્પેશયલ શ્રમીક ટ્રેનની પણ જરૂરીયાત છે. જેથી પાવર લુમ્સ યોગ્ય રીતે ચાલી શકે.