Home /News /surat /

South Gujarat: જર્જરિત આંગણવાડીઓમાં ભયના ઓથાર હેઠળ ભણતું દેશનું ભાવિ, દુર્ઘટના થઈ શકે તેવી દહેશત

South Gujarat: જર્જરિત આંગણવાડીઓમાં ભયના ઓથાર હેઠળ ભણતું દેશનું ભાવિ, દુર્ઘટના થઈ શકે તેવી દહેશત

સુરત જિલ્લામાં કાર્યરત આંગણવાડીઓ પેકી 106 આંગણવાડી છેલ્લા બે વર્ષથી કે તેથી વધુ સમયથી જર્જરિત હાલતમાં છે.

દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે.  ત્યારે સુરત જિલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધાઓ છે. જિલ્લાના બારડોલી તાલુકાની આંગણવાડીની મુલાકાત દરમિયાન માણેકપોર, ઉવા સહિતના અનેક ગામોમાં આવેલ આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી. ખુદ શ્રમજીવી પરિવારના અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પણ બાબતે ચિંતિત બન્યા છે.

વધુ જુઓ ...
    કેતન પટેલ, બારડોલી: જિલ્લામાં જર્જરિત હાલતમાં હોય એવી એક બે નહીં પરંતુ 106 આંગણવાડી (Anganvadi) છે. કેટલીક આંગણવાડીઓ ઓટલા પર ચાલતી હોવાનું ચોંકાવનારું તારણ છે. ગમે ત્યારે દુર્ઘટના થઈ શકે તેવી દહેશત હોવા છતાં નિર્ભર તંત્રના આંખમીંચામણાં સામે આવી રહ્યા છે. જિલ્લા (Surat District)ના 14 ઘાતક મળી 1733 આંગણવાડીમાંથી 106 જેટલી આંગણવાડી જર્જરિત હાલતમાં છે.

    હાલ શાળાઓમાં શિક્ષણ માહોલ શરૂ થયો છે. વાત કરીએ આંગણવાડી શિક્ષણની તો સુરત જિલ્લામાં કાર્યરત આંગણવાડીઓ જર્જરિત હાલતમાં સામે આવી છે. અને જાણે આંગણવાડીઓમાં ભયના ઓથાર હેઠળ દેશનું ભાવિ ભણી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે. ત્યારે રાજ્યના સુરત જિલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધા જોવા મળે છે. સુરત જિલ્લામાં 14 જેટલા ઘટકોમાં 1733 આંગણવાડીઓ કાર્યરત છે. જેમની ખરાબ હાલતને કારણે દેશનું ભાવિ પરેશાન છે. જિલ્લામાં જર્જરિત હાલતમાં હોય એવી એક-બે નહીં પરંતુ 106 આંગણવાડી છે. જેમાં કેટલીક આગણવાડીમાં તો બાળકો ઓટલા પર બેસીને ભણવા મજબૂર હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

    આ પણ વાંચો- વડોદરામાં બે વાહનચાલકો ફુલસ્પીડમાં અથડાયા, જુઓ અકસ્માતનો લાઇવ વીડિયો

    દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે.  ત્યારે સુરત જિલ્લામાં શિક્ષણના પાયામાં જ અસુવિધાઓ છે. જિલ્લાના બારડોલી તાલુકાની આંગણવાડીની મુલાકાત દરમિયાન માણેકપોર, ઉવા સહિતના અનેક ગામોમાં આવેલ આંગણવાડી જર્જરિત હાલતમાં જોવા મળી. ખુદ શ્રમજીવી પરિવારના અભ્યાસ કરતા બાળકોના વાલીઓ પણ બાબતે ચિંતિત બન્યા છે. સુરત જિલ્લાના મહુવામાં 13 આંગણવાડી, માડવીમા 20 આંગણવાડી, કામરેજ 1, ઓલપાડ 1, માંગરોળની 13 આંગણવાડી, ઉમરપાડાની 27 આંગણવાડી, બારડોલીની 25 આંગણવાડી, ચોર્યાસીની 1 આંગણવાડી અને પલસાણાની 4 આંગણવાડી એમ કુલ 106આંગણવાડીનો સમાવેશ થાય છે.

    સુરત જિલ્લામાં કાર્યરત આંગણવાડીઓ પેકી 106 આંગણવાડી છેલ્લા બે વર્ષથી કે તેથી વધુ સમયથી જર્જરિત હાલતમાં છે. જેમાં 27 જેટલી આંગણવાડી તો બારડોલી તાલુકાની જ છે. રાજ્યમાં સૌથી વધુ સ્વભંડોળનું બજેટ ધરાવતી જીલ્લા પંચાયત બજેટ પૈકી કરોડો રૂપિયાની રકમ આંગણવાડી માટે આઇસીડીએસને ફાળવે છે. છતાં બે વર્ષ કરતા વધુ સમયથી 106 આંગણવાડી જર્જરિત સ્થિતિમાં આજે પણ છે.

    આ પણ વાંચો- 'હાર્દિક પટેલ અમારો ગોડ ફાધર નથી,' કેમ લલિત વસોયાએ આવું કહેવું પડ્યું?

    આ બાબતે બારડોલીના TDO ડી.ડી પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આગણવાડીનું રિપેરિંગ સહિતની બાબતે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તો આ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં પગ કરી જાય છે તે તપાસનો વિષય છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે છતાં ઠોસ પગલાં કેમ ભરવામાં આવતા નથી. ચોમાસુ હવે ટકોરા થઈ રહ્યું છે. ત્યારે જિલ્લાની જર્જરિત આંગણવાડીઓમાં ભણતા દેશના ભાવિનો મુદ્દો કેન્દ્ર સ્થાને આવ્યો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Anganwadi, Bardoli, Gujarati news, બારડોલી

    આગામી સમાચાર