Home /News /surat /Surat News: સુરતમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ એલર્ટ, દરેક વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત
Surat News: સુરતમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ એલર્ટ, દરેક વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત
અજય તોમર, પોલીસ કમિશનર, સુરત - ફાઇલ તસવીર
Surat News: 31મી ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉજવણી માટે લોકો ભેગા થતા હોય છે. તો આ વર્ષે કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે સુરત પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.
સુરતઃ 31મી ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉજવણી માટે લોકો ભેગા થતા હોય છે. અનેકવાર આ પ્રકારની ઉજવણીમાં અસામાજિક તત્વો તેમજ દારૂ અને ડ્રગ્સનું વ્યસન કરતા હોય છે. તો આ વર્ષે કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય તે માટે સુરત પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.
અસામાજિક ઘટના ન બને તે માટે બંદોબસ્ત
હાલ 31મી ડિસેમ્બરના કારણે સુરતની રોનક કંઈક અલગ જ જોવા મળશે. સુરત શહેરમાં 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા લોકો ભેગા થતા હોય છે. ત્યારે અનેકવાર આ પ્રકારની ઉજવણીમાં અસામાજિક તત્વો પણ જોવા મળતા હશે. તો ઘણીવાર છેડતીના કિસ્સા પણ બનતા હોય છે. આ રોકવા માટે સુરત પોલીસ કમિશનર અજય તોમરે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ વિસ્તારમાં સેલિબ્રેશન થતું હોય ત્યાં સઘન પેટ્રોલિંગ કરવા માટેના આદેશ આપ્યા છે.
આવી ઉજવણીઓમાં અનેકવાર નશાકારક વસ્તુઓનું પણ વ્યસન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને, હાલ યુવા વર્ગ ડ્રગ્સના રવાડે ચડ્યું છે. ત્યારે દારૂ સાથે સાથે ડ્રગ્સ વગેરે લેવામાં આવતું હોય છે. આ રોકવા માટે સુરત પોલીસ ચાંપતી નજર રાખતી હોય છે. પોલીસ દ્વારા 31મી ડિસેમ્બર પહેલાં જ અલગ અલગ વિસ્તારમાં રેડ પાડીને મોટા પ્રમાણમાં નશાકારક દ્રવ્યો ઝડપી પાડ્યાં છે. આમ, સુરતમાં શાંતિપૂર્વક ઉજવણી થાય તે માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે.