Home /News /surat /PM Modi In Surat: પીએમ મોદી સુરતમાં: રોડ શોમાં વડાપ્રધાનને આવકારવા માટે લાખો સુરતીલાલા ઉમટ્યા

PM Modi In Surat: પીએમ મોદી સુરતમાં: રોડ શોમાં વડાપ્રધાનને આવકારવા માટે લાખો સુરતીલાલા ઉમટ્યા

સુરતમાં પીએમ મોદી

PM Modi Gujarat Visit : આજે પીએમ મોદી સવારે સુરતના કાર્યક્રમમાં હાજર રહેશે અને વિકાસ કાર્યોની ભેટ આપશે.

    સુરત : વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓ આજે પહેલા સુરતમાં પહોંચ્યા છે. અહીં આજે પીએમ મોદી સવારે સુરતના કાર્યક્રમમાં હાજર રહેશે અને વિકાસ કાર્યોની ભેટ આપશે. જે બાદ જનસભાને સંબોધશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરત મહાનગરપાલિકાના 3450 કરોડના વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ખાતમુર્હૂતના કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ભાજપ સંગઠન અને તંત્ર દ્વારા આયોજન કરાયુ છે. વડાપ્રધાન મોદીના 2.70 કિલોમીટરના રોડ શોમાં 50 હજાર લોકો ભેગા થાય અને તેમનું સ્વાગત કરે તે માટે આજ સવારથી તડામાર તૈયારી થઈ રહી છે.

    2.70 કિલોમીટરનો રોડ શો


    આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેના કાર્યક્રમ માટે પાલિકા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી હતી. સવારથી જ સુરતીલાલાઓ વડાપ્રધાનના સ્વાગતમાં આવી પહોંચ્યા છે.



    મહર્ષિ આસ્તિક સ્કુલની બાજુમાં બનાવેલા હેલીપેડ પર ઉતરશે ત્યાંથી 2.70 કિલોમીટર દુર લિંબાયત નીલગીરી ખાતે સભા મંડપ છે ત્યાં સુધી વડાપ્રધાન રોડ શો કરી રહ્યા છે.


    ડોમમાં એક લાખથી વધુ લોકો માટેની વ્યવસ્થા


    વડાપ્રધાન મોદીની સભા માટે બનાવવામા આવેલા ડોમમાં એક લાખથી વધુ લોકો રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે રોડ શોમાં હાજર 50 હજાર લોકો જો સભા સ્થળ સુધી આવે તો તેમના માટે સભના ડોમની બાજુમાં ખુલ્લા પ્લોટમાં તેઓને હાજર રાખવા માટે આયોજન પણ કરવામાં આવ્યુ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Elections, Gujarat Politics, ગુજરાત, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन