Home /News /surat /PM Modi in Surat: પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં જ કર્યા સુરતના જમણના વખાણ, કરી દીધી રમૂજ

PM Modi in Surat: પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં જ કર્યા સુરતના જમણના વખાણ, કરી દીધી રમૂજ

સુરતમાં વડાપ્રધાન મોદી

Surat News: પીએમ મોદીએ સંબોધનમાં જ, સુરતના જમણના વખાણ કરતા કહ્યુ કે, સુરત આવવું આનંદદાયક છે પરંતુ નવરાત્રીના ઉપવાસ ચાલતા હોય ત્યારે સુરત આવવું થોડુ અઘરું છે.

  સુરત : વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓ આજે પહેલા સુરતમાં પહોંચ્યા છે. અહીં આજે પીએમ મોદી સવારે સુરતના કાર્યક્રમમાં હાજર રહીને સુરતવાસીઓને સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ સંબોધનમાં જ, સુરતના જમણના વખાણ કરતા કહ્યુ કે, સુરત આવવું આનંદદાયક છે પરંતુ નવરાત્રીના ઉપવાસ ચાલતા હોય ત્યારે સુરત આવવું થોડુ અઘરું છે.

  તેમણે સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી, તેમણે જણાવ્યુ કે, આપ સૌ સુરતવાસીઓને નવરાત્રીની અનેક અનેક શુભકામનાઓ. સુરત આવવું હંમેશા આનંદદાયક છે પરંતુ નવરાત્રીના ઉપવાસ ચાલતા હોય ત્યારે સુરત આવવું થોડુ અઘરું થઇ જાય છે.

  સુરત ખાતે પીએમ મોદી આશરે રૂ.3400 કરોડના વિકાસના કાર્યોની ભેટ આજે ચોથા નોરતે ગુજરાતીઓને આપી જેમા પાણી પુરવઠા, ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, ડ્રીમ સિટી, બાયોડાયવર્સિટી પાર્ક અને અન્ય વિકાસ કાર્યો જેવા કે જાહેર માળખાકીય સુવિધા, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ/બીઆરટીએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.  નીલગીરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ના જનસભામાં રાજયના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્મૃતિ ચિન્હ આપી સ્વાગત કર્યુ.

  સુરત જનભાગીદીરીનું શાનદાર ઉદાહરણ


  સુરત શહેર લોકોની એકજૂટતા અને જનભાગીદીરી બંનેનું શાનદાર ઉદાહરણ છે. હિન્દુસ્તાનનો કોઇ પ્રદેશ એવો નહીં હોય જ્યાના લોકો સુરતની ધરતી પર રહેતા ન હોય. સુરતની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ શહેર શ્રમનું સન્માન કરતું શહેર છે.


  સુરત ચાર પીનું ઉદાહરણ છે


  તેમણે વધુમાં જણાવ્યુ કે, આ સદીના શરૂઆતી દસકમાં ત્રણ પી - એટલે કે, પબ્લિક, પ્રાઇવેટ પાર્ટનરશીપની ચર્ચા થતી હતી ત્યારે હું કહેતો હતો કે, સુરત ચાર પીનું ઉદાહરણ છે. ચાર પી એટલે પીપલ, પબ્લિક, પ્રાઇવેટ, પાર્ટનરશીપ. આ જ મોડલ સુરતને વિશેષ બનાવે છે.

  આ પણ વાંચો: પીએમ મોદી સુરતમાં: રોડ શોમાં વડાપ્રધાનને આવકારવા માટે લાખો સુરતીલાલા ઉમટ્યા

  દુનિયાના સૌથી સ્પીડી વિકસિત થતા શહેરમાં સુરતનું નામ


  આજે સુરતના લોકોએ આ ચાર પીને સાર્થક કરીને બતાવ્યું છે. મને ખુશી છે કે, આજે દુનિયાના સૌથી સ્પીડી વિકસિત થતા શહેરમાં સુરતનું નામ છે.

  સુરતથી ભાવનગરનું અંતર ઘટ્યુ


  સુરતમાં પીએમ મોદીએ ભાવનગર રો રો ફેરી અંગે પણ વાત કરતા જણાવ્યું કે, પહેલા જ્યાં સુરતથી ભાવનગર પહોંચવામાં કલાકો થઇ જતા હતા. ત્યાં આજે થોડા જ કલાકોમાં રો રો ફેરીમાં ભાવનગર પહોંચી જવાય છે.

  મહત્ત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરત મહાનગરપાલિકાના 3450 કરોડના વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટન અને ખાતમુર્હૂતના કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ભાજપ સંગઠન અને તંત્ર દ્વારા આયોજન કરાયુ છે. વડાપ્રધાન મોદીના 2.70 કિલોમીટરના રોડ શોમાં 50 હજાર લોકો ભેગા થાય અને તેમનું સ્વાગત કરે તે માટે આજ સવારથી તડામાર તૈયારી થઈ રહી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: ગુજરાત, વડાપ્રધાન મોદી, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन