પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પ્રવાસે આવશે. તા. 30 જાન્યુઆરીએ પીએમ મોદી સુરત, નવસારી, દાંડીની મુલાકાતે આવશે. જેને પગલે આજે સુરત કલેક્ટર કચેરીએ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીએમ મોદી 30 જાન્યુઆરીએ સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમૂહર્ત કરી સભા કરશે. ત્યારબાદ વિનસ હોસ્પિટલ બિલ્ડીંગનું ઉદ્ધાટન કરી સભા કરશે. આ સિવાય નવસારી, દાંડીમાં પણ કાર્યક્રમ કરશે. પીએમ મોદી છેલ્લે ઈન્ડોર સ્ટેડિમ ખાતે કાર્યક્રમ કરી દિલ્હી જવા રવાના થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોવાથી સુરત ખાતે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં પીએમ મોદી જે રૂટ પરથી પસાર થશે તે રોડ, રસ્તા ચમકાવવા, રોડ-રસ્તા પર સફાઈ, રીપેરિંગ વગેરે કામગીરી મુદ્દે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલના તમામ ઝોનના ઈજનેર અધિકારી, ટ્રાફિક પોલીસ અધિકારી વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા.
જાણો - પીએમ મોદીનો પૂરો કાર્યક્રમ
1-25 - સુરત એરપોર્ટ પર આગમન 1-30 થી 2-00 કલાક નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમૂહર્ત તથા સભા 2 કલાકે - સુરત એરપોર્ટથી વિનસ હોસ્પિટલ, રામપુરા જવા રવાના 2.20 થી 3.05 કલાક વિનસ હોસ્પિટલ રામપુરા ખાતે હોસ્પિટલ બિલ્ડિંગનું ઉદ્ધાટન અને સભા 3.05 વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ જવા રવાના 3.30 કલાકે સુરત એરપોર્ટથી દાંડી, નવસારી જવા રવાના 3.50 થી 5.30 કલાક - દાંડી, નવસારી ખાતે કાર્યક્રમ 5.30 - દાંડીથી સુરત એરપોર્ટ આવવા રવાના 5.50 કલાકે સુરત એરપોર્ટથી ઈન્ડોર સ્ટેડિયમ 6.10 થી 7.10 કલાકે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ 17.10 કલાકે ઈન્ડોર સ્ટેડિયમથી સુરત એરપોર્ટ જવા રવાના 17.30 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના