Home /News /surat /Holi in Surat: હવે શેરી-મહોલ્લામાં નહીં, પાર્ટી પ્લોટમાં ધૂળેટી રમવાનો ક્રેઝ વધ્યો, જુઓ વીડિયો

Holi in Surat: હવે શેરી-મહોલ્લામાં નહીં, પાર્ટી પ્લોટમાં ધૂળેટી રમવાનો ક્રેઝ વધ્યો, જુઓ વીડિયો

X
પાર્ટી

પાર્ટી પ્લોટમાં હોળીનો ક્રેઝ વધ્યો

કલરમાં પણ ઓર્ગેનિક કલરનો વપરાશ કરવામાં આવે છે. આ સિવાય રેન ડાન્સ,બબલ શાવર, મઠ હોળી એટલે કે હોળી રમવા માટે ખાસ મુલતાની માટીની થીમ તૈયાર કરવામાં આવે છે. જેને લઇ લોકો હવે અલગ અલગ રીતે હોળી રમવા માટે પાર્ટી પ્લોટ જવાનું વધુ પસંદ કરે છે. આ સિવાય પાર્ટી પ્લોટ માં નાસ્તા અને ખાણીપીણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

વધુ જુઓ ...
Mehali tailor; Surat. રંગોના તહેવાર એટલે કે હોળી અને ધુળેટી જ્યાં લોકો એકબીજા પર રંગ લગાવી હોળી રમે છે. સોસાયટીઓમાં અને શેરીઓમાં લોકો સાથે મળી આ તહેવારની ઉજવણી કરે છે પરંતુ હવે તહેવારોની ઉજવણી કરવાનો ટ્રેન્ડ બદલાયો છે. લોકો હવે સોસાયટીઓ અને શેરીઓ કરતા પાર્ટી પ્લોટમાં હોળી રમવાનું વધુ પસંદ કરી રહ્યા છે. પાર્ટી પ્લોટ માં રંગ અને ડીજે સાથે બીજી અનેક થીમ તૈયાર કરી લોકોને આકર્ષવામાં આવે છે. જેથી લોકો હવે પરિવાર અને મિત્રો સાથે ગ્રુપમાં ધુળેટી રમવા માટે પાર્ટી પ્લોટ પસંદ કરી રહ્યા છે.

અલગ અલગ થીમ બનાવી ધૂળેટી નું આયોજન કરવામાં આવે છે.

સુરતના વેસુ અને પીપલોદ વિસ્તારમાં પાર્ટી પ્લોટમાં ધુળેટીનું આયોજન કરવામાં આવે છે. પાર્ટી પ્લોટ માં ડીજે અને કલરની તો વ્યવસ્થા હોય જ છે. પરંતુ હવે કલરમાં પણ ઓર્ગેનિક કલરનો વપરાશ કરવામાં આવે છે. આ સિવાય રેન ડાન્સ,બબલ શાવર, મઠ હોળી એટલે કે હોળી રમવા માટે ખાસ મુલતાની માટીની થીમ તૈયાર કરવામાં આવે છે. જેને લઇ લોકો હવે અલગ અલગ રીતે હોળી રમવા માટે પાર્ટી પ્લોટ જવાનું વધુ પસંદ કરે છે.



આ સિવાય પાર્ટી પ્લોટ માં નાસ્તા અને ખાણીપીણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી લોકો હોળી રમવાની સાથે નાસ્તો અને જમવાનું પણ પાર્ટી પ્લોટ રાખે છે.

પાર્ટી પ્લોટમાં ખાસ સેલ્ફી પોઇન્ટ પણ બનાવ્યા

પાર્ટી પ્લોટમાં હોળી રમવાની સાથે ખાસ પ્રકારના સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવે છે. જેમાં લોકો હોળી રમીને સેલ્ફી અને ફોટાઓ લઈ સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. આ સિવાય સુરતીઓમાં સ્વિમિંગ પૂલવાળા ફાર્મ હાઉસમાં હોળી રમવાનો ટ્રેન્ડ પણ વધુ જોવા મળે છે. જેમાં સુરતીઓ પરિવાર સાથે સવારથી જ ફાર્મ હાઉસ પહોંચી જાય છે.
First published:

Tags: Holi, Local 18, સુરત