Home /News /surat /Surat: સુરતીલાલાઓને દાઢે વળગી ડાંગી થાળી, પ્રથમ નજરે જ મોઢામાં આવી જાય પાણી !

Surat: સુરતીલાલાઓને દાઢે વળગી ડાંગી થાળી, પ્રથમ નજરે જ મોઢામાં આવી જાય પાણી !

હરસિધ્ધિ સખી મંડળ અને પરદેવી સખી મંડળ દ્વારા આ ફૂડ ફેસ્ટિવલમાં ડાંગી થાળીનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો

વાસનું શાક અને અથાણું બનાવવા માટે વાંસદા ગામમાંથી આ મહિલા દ્વારા કુમળાં વાસ તોડી તેને સાફ કરી સુકવી દેવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી શાક અને અથાણું બનાવવામાં આવે છે.અને આ સ્ટોલ સુરતમાં પેહલીવાર આવ્યો હતો અને તેમને સારો પ્રતિસાદ પણ સુરતીઓ દ્વારા મળ્યો હતો.

વધુ જુઓ ...
    Mehali Tailor, Surat:  સુરત શહેરમાં રમત ગમતને મહત્વ આપવા માટે અને તેને આગળ લાવવા માટે કાર્નિવલ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે . જેમ અલગ અલગ ગેમ્સનું આયોજન કરવામાં આવે છે. આ રમતની સાથે કાર્નિવલ ફુડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂડ ફેસ્ટિવલએ સુરતનો સૌથી લાંબો ફૂડ ફેસ્ટિવલ બન્યો છે. અહીં સુરતના જમણનો સ્વાદ મળવા હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યા છે આ ફૂડ ફેસ્ટિવલમાં પંજાબી,ગુજરાતી ,સાઉથ ઇન્ડિયન,ફાસ્ટ ફૂડ,મીઠાઈ,ફરસાણ જેવી અનેક નવી નવી વાનગીના સ્ટોલ લાગ્યા છે. ત્યારે આ ફૂડ ફેસ્ટિવલમાં ડાંગી થાળીએ લોકોનું મન જીત્યું હતું.


    રાગીના લોટનો ઉપયોગ કરી તેની વાનગીઓ બનાવી


    હરસિધ્ધિ સખી મંડળ અને પરદેવી સખી મંડળ દ્વારા આ ફૂડ ફેસ્ટિવલમાં ડાંગી થાળીનો સ્ટોલ લગાવવામાં આવ્યો હતો.આ સિવાય આ મહિલાઓ સુરતની vnsguમાં અભ્યાસ પણ કરી રહી છે. અને આ અનેક વિદ્યાર્થીઓ ડાંગ જિલ્લામાંથી આવે છે. અને તેને પોતાના ગામની ડાંગી થાળી એટલેકે ડાંગ જિલ્લાના આદિવાસી લોકોનું પરંપરાગત ભોજન. ડાંગ જિલ્લામાં લોકો જુવાર કે બાજરીના લોટનો ઉપયોગ ઓછો કરી રાગીના લોટનો ઉપયોગ કરી તેના રોટલા અને તેમાંથી અનેક વાનગીઓ બનાવ છે, ત્યારે આ સ્ટોલધારક તેજસ્વીબેન અને ભાવનાબેન દ્વારા પણ આ નાગલીના લોટનો ઉપયોગ કરી નાગલીના રોટલા. નાગલીનો શિરો અને નાગલીની પાપડી સાથે અલગ અલગ શાક બનાવી દેશી થાળીનું વેચાણ કરવામાં આવે છે. ત્યારે શહેરીજનોને આ ડાંગી ખાવાનું ખાસ પસંદ આવી રહ્યું છે.



    નાગલીનો શિરો અને નાગલીની પાપડી સાથે અલગ અલગ શાક બનાવી દેશી થાળીનું વેચાણ કરવામાં આવે છે




    આ સ્ટોલ સુરતમાં પેહલીવાર આવ્યો હતો


    આ સાથે તેની ખાસ વિશેષતા વાસનું શાક અને વાસનું અથાણું છે.આ વાસનું શાક અને અથાણું બનાવવા માટે વાંસદા ગામમાંથી આ મહિલા દ્વારા કુમળાં વાસ તોડી તેને સાફ કરી સુકવી દેવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી શાક અને અથાણું બનાવવામાં આવે છે. આ સ્ટોલ સુરતમાં પેહલીવાર આવ્યો હતો અને તેમને સારો પ્રતિસાદ પણ સુરતીઓ દ્વારા મળ્યો હતો.


    સુરતના ફૂડ ફેસ્ટિવલમાં આવતા લોકોએ ડાંગી ખાવાનું ખાતા જણાવ્યું હતું કે તેઓ બીજી બધી આઈટમ રોજ ખાય છે પરંતુ આ ડાંગી ખાવાનું અહીંયા ખાસ જોવા મળતું નથી. અને આ થાળીએ દેશી થાળીની સાથે સ્વાદિષ્ટ પણ છે અને તે હેલ્દી પણ છે જેથી આ થાળી બધાએ એક વાર તો જરૂર ખાવી જ જોઈએ
    First published:

    Tags: સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन