Home /News /surat /Surat ACB: પોલીસકર્મીની વિધવાની ફરિયાદ બાદ પેન્શન કચેરીના ક્લાર્કની કાળી કરતૂતનો ભાંડો ફુટ્યો
Surat ACB: પોલીસકર્મીની વિધવાની ફરિયાદ બાદ પેન્શન કચેરીના ક્લાર્કની કાળી કરતૂતનો ભાંડો ફુટ્યો
પેંશન કચેરીના ક્લાર્કે રૂ.60,000 ની લાંચ માંગી હતી.,
Surat ACB: સરકારી કર્મચારીઓને લોકોની સેવા કરવા માટે પગાર આપવામાં આવે છે પણ આ કર્મચારીઓ કોઈપણ કામ લાંચ લીધા વિના કરતા નથી. તેવી સતત ફરિયાદોને લઈને ACB એકમ આવા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય છે
સરકારી કર્મચારીઓ પોતાની કામગીરી દરમિયાન લાંચ માગતા હોવાની સતત ફરિયાદોને લઈને સુરત એસીબી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે પોલીસ કર્મીની વિધવા મહિલા પાસેથી 60,000 રૂપિયાની લાંચ માંગ્યા હોવાની ફરિયાદ સામે આવતા સુરત એસીબી વિભાગ દ્વારા પેન્શન કચેરીના ક્લાર્કને રૂ.60,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. જો કે આ કર્મચારી કાયમી થવામાં માત્ર છ મહિના જ બાકી હતા.
સરકારી કર્મચારીઓને લોકોની સેવા કરવા માટે પગાર આપવામાં આવે છે પણ આ કર્મચારીઓ કોઈપણ કામ લાંચ લીધા વિના કરતા નથી. તેવી સતત ફરિયાદોને લઈને ACB એકમ આવા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય છે ત્યારે ગઈકાલે એસીબી વિભાગે પેન્શન કચેરીમાં ટ્રેપ ગોઠવી એક કર્મચારીની ધરપકડ કરી હતી. માંડવી તાલુકામાં રહેતી 55 વર્ષીય વિધવાના પતિ પોલીસ તરીકે ફરજ બજાવતા હતા.
દસ વર્ષ પહેલાં તેમના મૃત્યુ થયા બાદ તેમની પેંશન યોજનાનો લાભ તેમની પત્ની લેતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી તેમના પેન્શનમાં વધારો મળી શકે તેમ હોવા છતાં પેન્શન કચેરી આ મહિલાને ફોન કરી ઓફિસે બોલાવવામાં આવ્યા હતા અને કર્મચારી છેલ્લા ત્રણ વર્ષથી મળવાપાત્ર વધારાનું પેન્શન 2.5 લાખ આપવા માટે રૂપિયા 60,000 ની લાંચ માંગી હતી. જોકે આ પોલીસ કર્મચારીની એલસીબીમાં ફરિયાદ કરી હતી. જેને લઇને ગઈકાલે સુરત એસીબી દ્વારા સુરત જિલ્લા સેવા સદનના બીજા મારે આવેલા પેન્શન ચુકવણી કચેરી ખાતે છટકું ગોઠવી અને હિસાબી વિભાગના વિવેક જયંતિ કેવડિયાની રૂપિયા 60,000 ની લાંચ લેતા ધરપકડ કરી હતી.
જોકે આ કર્મચારીને કાયમી થવા માત્ર છ મહિના બાકી હતા ત્યારે લાંચ લેતા પકડાઈ જતા એસીબી વિભાગ દ્વારા તેના વિવિધ કાર્યવાહી તો કરવામાં આવી છે. સાથે સાથે તેની આ પ્રમાણસર મિલકતની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.