Home /News /surat /અલ્પેશ કથિરીયા થયો ભાવુક, ધાર્મિક માલવિયાની આંખોમાં હર્ષનાં આંસુ

અલ્પેશ કથિરીયા થયો ભાવુક, ધાર્મિક માલવિયાની આંખોમાં હર્ષનાં આંસુ

તેમની સાથે ઉભેલા ધાર્મિક માલવિયા રડી પડ્યાં હતાં.

અલ્પેશે માતાનાં આશીર્વાદ લીધા હતા ત્યારે તે ભાવુક થયો હતો. જ્યારે તેમની સાથે ઉભેલા ધાર્મિક માલવિયા રડી પડ્યાં હતાં.

વિભુ પટેલ, સુરત

PAAS કાર્યકર અલ્પેશ કથીરિયા 3 મહિના અને 20 દિવસનાં જેલવાસ બાદ જામીન પર મુક્ત થયા છે. જેલ મુક્તિ સમયે જેલની બહાર અલ્પેશનો પરિવાર, ધાર્મિક માલવિયા, હાર્દિક પટેલ અને પાસ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. નોંધનીય છે કે 2015માં પાટીદાર અનામત આંદોલનમાં અલ્પેશ મહત્વનો ચહેરો રહ્યો હતો. અલ્પેશ પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો.

અલ્પેશની જેલમુક્તિ બાદ તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અલ્પેશ કથીરિયાએ જણાવ્યુ કે હું કાયદાકીય રીતે જ બહાર આવ્યો છુ. અનામતની લડાઈ એ પાટીદાર સમાજની લડાઈ છે. આવનારા દિવસોમાં આંદોલન ચાલુ રહેશે.

જેલ બહાર આવીને અલ્પેશે માતાનાં આશીર્વાદ લીધા હતા ત્યારે તેઓ ભાવુક થયા હતાં. જ્યારે તેમની સાથે ઉભેલા ધાર્મિક માલવિયા રડી પડ્યાં હતાં. ધાર્મિકે આ પ્રસંગે કહ્યું હતુ કે, 'ફરી જોમ અને જુસ્સા સાથે ફરીથી હાર્દિક પટેલ અને અલ્પેશની સાથે આંદોલનને આગળ ધપાવ્યું હતું.'

આ પણ વાંચો: પોસ્ટર બોય નહીં બનું પરંતુ સમાજ કહેશે તે પ્રમાણે નેતૃત્વ કરીશ: અલ્પેશ કથીરિયા

અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ બાદ હાર્દિક પટેલમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. હાર્દિકે સરકાર પર નિશાન સાધ્યુ હતુ. હાર્દિકે કહ્યુ હવે વધુ મજબૂતાઈથી આંદોલન સક્રિય થશે. સરકારે લોકોને રોકવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: અલ્પેશભાઈ જ પોસ્ટર બોય, તેમના નેતૃત્વમાં પાટીદાર આંદોલન ચાલશે- હાર્દિક પટેલ

અલ્પેશની જેલમુક્તિના કારણે તેમના પરિવાર સહિત સમગ્ર પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરને સાજ-શણગાર કરવામાં આવ્યા છે. સુરત રિંગ રોડ સ્ટેશન, લાલ દરવાજા, ખોડીયાર માતાના મંદિર, વરાછા મીની બજાર, માનગઢ સરદાર ચોકમાં, ઉધના દરવાજાથી વરાછા સુધી પાટીદારો દ્વારા રેલી કાઢવામાં આવશે. રેલીને ધ્યાનમાં લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
First published:

Tags: Alpesh Kathiriya, Paas, સુરત, હાર્દિક પટેલ