Home /News /surat /સુરત પોલીસની સરાહનીય કામગીરી, ડિલિવરી પહેલાં જ 800 ગ્રામ ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ

સુરત પોલીસની સરાહનીય કામગીરી, ડિલિવરી પહેલાં જ 800 ગ્રામ ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ

સુરત પોલીસની સરાહનીય કામગીરી

Surat Police: સુરત શહેરના પ્રવેશ દ્વાર ગણાતા નિયોલ ચેકપોસ્ટ ઉપરથી મુંબઇથીવધુ એમ.ડી. ડ્રગ્સના સાથે પ્રવેશી રહેલા શખ્સને સારોલી પોલીસે આબાદ ઝડપી લીધો હતો. સુરતમાં નશીલા પદાર્થની હેકાફેરીના બનાવો સતત વધી રહ્યા છે, જેના વિરૂદ્ધમાં પોલીસ પણ પોતાની કામગીરી કરી રહી છે.

વધુ જુઓ ...
સુરત: સુરત છેલ્લા લાંબા સમયથી નશાનો કારોબાર કરતા ઈસમો તવાઈ બોલાવામાં આવી રહી છે. સતત નશાનો કારોબાર કરતા લોકો ઝડપી પોતાનો વેપાર વધારી રહ્યા છે. જેથી હાલ તેમના નેટવર્ક તોડવાનું કામ સુરત પોલીસ કરી રહી છે. તાજેતરમાં જ પોલીસે ફરી વાર મુંબઈથી આવતા ડ્રગ્સના જથ્થા સાથે એક યુવક ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના પ્રવેશ દ્વાર ગણાતા નિયોલ ચેકપોસ્ટ ઉપરથી મુંબઇથીવધુ એમ.ડી. ડ્રગ્સના સાથે પ્રવેશી રહેલા શખ્સને સારોલી પોલીસે આબાદ ઝડપી લીધો હતો.

સુરતમાં નશીલા પદાર્થની હેકાફેરીના બનાવો સતત વધારો


ઉલ્લેખનીય છે કે, મુંબઇથી એમ.ડી. ડ્રગ્સ લઇને આવેલો શખ્સ સુરતમાં તેની ડિલિવરી કરે તે પહેલાં ઝડપાઇ જતાં સ્થાનિક ડીલર ભાગી છૂટ્યો હતો. જોકે આ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ કરવામાં આવ્યા છે. પહેલા ગુણમાં 1 કરોડ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે, જ્યારે બીજા ગુનામાં 80 લાખ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. પોલીસે હાલ ફરાર આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં નશીલા પદાર્થની હેકાફેરીના બનાવો સતત વધી રહ્યા છે, જેના વિરૂદ્ધમાં પોલીસ પણ પોતાની કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં લાખોની છેતરપિંડી કરનાર ગેંગની પોલીસે કરી ધરપકડ

ડ્રગ્સનો કારોબાર કરતા ઇસમો સામે પોલીસની લાલ આંખ


છેલ્લા કેટલાક સમયથી ‘ડ્રગ્સ ઇન સુરત’નું એક અભિયાન સુરત પોલીસ શરૂ કર્યું છે. જેમાં સતત નશાનો કારોબાર કરી યુવાનો નશાના રવાડે ચડાવતા ઈસમો સામે લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત સારોલી પોલીસ શહેર પ્રવેશ દ્વાર ખાતે મુંબઈથી આવતી લક્ઝરી બસમાંથી શખ્સ મોટા પ્રમાણમાં એમ.ડી. ડ્રગ્સ લઇને સુરત ડિલિવરી કરવા આવી રહ્યો હોવાની બાતમી પોલીસ ને મળી હતી. જેના આધારે પોલીસે આ ડ્રગ્સ આપવા આવેલા ઈસમને વાહનમાંથી ઝડપી લીધો હતો.

પોલીસે કરી રમજાન અલી ઇદ્રીશની ધરપકડ


પોલીસે આરોપી મહમદ ઉર્ફે મોનો રમજાન અલી ઇદ્રીશની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી 800 ગ્રામ ડ્રગ્સ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે આ ઈસમ માત્ર ડિલિવરી કરવા આવ્યો હતો. પકડાયેલો આરોપીને મુંબઈ ખાતે રહેતા શેહબાજ પાસેથી આ માલ લઇ સુરત ખાતે આસિફ નામના ઇસમને આપવા માટેની સૂચના આપવામાં આવી હતી. જોકે પોલીસે ડિલિવરી કરવા આવતા વ્યક્તિને ઝડપી પાડી ડ્રગ્સનો જથ્થો મોકલનાર અને સુરતમાં ડિલેવરી લેવા આવનાર બંને ઈસમોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Surat crime news, Surat crime News Gujarati, સુરત, સુરત સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन