Home /News /surat /

Surat: સુરતની એક સંસ્થાએ 1000 ગરીબ દીકરીઓ માટે શરૂ કરી આવી પહેલ 

Surat: સુરતની એક સંસ્થાએ 1000 ગરીબ દીકરીઓ માટે શરૂ કરી આવી પહેલ 

સુરતની એક સંસ્થાએ 1000 ગરીબ દીકરીઓ માટે શરૂ કરી આવી પહેલ 

સુરતમાં ગરીબ દીકરીઓને (Economically weak) મદદ કરવા માટે એક સ્વૈચ્છિક સંસ્થાએ અનોખી પહેલ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે, એક કે બે નહિ પણ એક હજાર દીકરીઓને સહાય આપવાનું ભગીરથ કાર્ય સુરતની એક સંસ્થાએ શરૂ કર્યુ છે.

    Nidhi Jani, Surat: સુરતનું જમણ (Food of Surat) તો વખણાય જ છે સાથે સુરત તેની દિલેરી માટે પણ જાણીતું છે અને સંકટ સમયે તેના પરચા આપણને મળતા રહે છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં પણ આ સુરત શહેર પાછી પાની કરતું નથી. સુરતમાં ગરીબ દીકરીઓને (Economically weak) મદદ કરવા માટે એક સ્વૈચ્છિક સંસ્થાએ અનોખી પહેલ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે, એક કે બે નહિ પણ એક હજાર દીકરીઓને સહાય આપવાનું ભગીરથ કાર્ય સુરતની એક સંસ્થાએ શરૂ કર્યુ છે. આ સંસ્થાનું નામ છે સંવેદના (Samvedana organization in Surat) છે તેમના આ કાર્યમાં તેમની સાથે દેશ-વિદેશના લોકો પણ જોડાયા છે.



    જે માતા-પિતાને એક વર્ષની દીકરી છે અને પોતે વાર્ષિક 25 હજાર કરતાં ઓછી આવક ધરાવે છે તેમની દીકરીઓનાં નામે બોન્ડ લખી તે દીકરીને 20 વર્ષ પુરા થાય ત્યારે રૂપિયા 1 લાખ 50 હજારની સહાય આપવાની યોજના છે.સંસ્થાનાં સ્થાપક સંદિપભાઇ જોધાણી રાત-દિવસ આ કાર્યને પુરા કરવા માટે કાર્યરત છે. આ યોજનામાં તેમની સાથે તેમની સંસ્થાના 75 ટ્રસ્ટી અને અન્ય દાતા પણ જોડાયેલા છે. તેઓ દેશ વિદેશથી તેમને ડોનેશન મોક્લાવે છે. તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ અંગેની વિગત જણાવી અને સાથે જ તેમણે ફોર્મ પણ શેર કરી લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી જ પરત લેવાની પ્રક્રિયા રાખવામાં આવેલી હતી.



    અત્યાર સુધીમાં તેમને 2780 જેટલા લોકોએ સંપર્ક કર્યો હતો. તેમાંથી તેમણે ખરેખર જેઓને જરૂરીયાત છે તેમનો સંપર્ક કરીને તેમના માટે વિનામુલ્યે આ કાર્ય કર્યુ હતું. 2018થી આ સંસ્થા કાર્યરત છે. સંવેદનાં ટ્રસ્ટના ચેરમેન સહિતની દેશ વિદેશ ની નેશનલ અને ઇન્ટરનેશનલ 8 જાણીતી સંસ્થાઓના સ્થાપક ટ્રસ્ટી પદ પર કાર્યભાર પર ફરજ હાલ બજાવી રહ્યા છે.

    SURAT: નાગદાન ગઢવી અને વિનોદ સિંધી પર પોલીસની તવાઈ | GUJARAT NEWS

    2018માં સંસ્થાની સ્થાપના માત્ર 7 ટ્રસ્ટી થકી કરેલી હતી. પરંતુ સંસ્થાના કાર્યોથી પ્રભાવિત થઈને હાલમાં સંસ્થા 75 ટ્રસ્ટીનો વિશાળ સમૂહ ધરાવે છે. ગુજરાતમાં સ્વંયસેવકની 245 જેટલી સંખ્યા ધરાવે છે.સંવેદના ટ્રસ્ટ ભારતના 25 રાજ્યોમાં 147 ટ્રસ્ટ સાથે MOU કરાર ધરાવે છે. જેથી લગભગ તમામ રાજ્યોમાં પોતાનું સામાજિક નેતૃત્વ ધરાવે છે.

    સંસ્થાનો સંપર્ક  નંબર : 9687221721 છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन