Home /News /surat /નિર્ભર ને બનાવીએ સ્વનિર્ભર: આ સંસ્થા આદિવાસી દિવ્યાંગો માટે કર્યું એવું કામ જે ભાગ્યેજ કોઇએ કર્યું હશે

નિર્ભર ને બનાવીએ સ્વનિર્ભર: આ સંસ્થા આદિવાસી દિવ્યાંગો માટે કર્યું એવું કામ જે ભાગ્યેજ કોઇએ કર્યું હશે

છાયડો સંસ્થા દ્વારા વિકલાંગો માટે ખુબ જ સારું કામ કરી રહી છે.

એક નાનકડી શરૂઆતથી શરુ કરેલી સેવા એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે એક નાનકડો છોડ આને એક વટવૃક્ષ બની ગયું છે. અને આ વૃક્ષના છાંયડાની શીતળતાનો લાભ લાખો લોકો લઇ રહ્યા છે.

  MEHALI TAILOR: SURAT: વ્યકતિ જીવનમાં પોતાની જરૂરિયાતને સંતોષવા માટે કમાણી કરે છે. અને જયારે જરૂરિયાતથી વધારે કમાણી કરે છે. તો પણ ભગવાવનની કૃપા છે. આજે વિશ્વમાં અનેક લોકો આર્થિક રીતે પીડાતા હોય છે. ત્યારે દરેક લોકો માટે તો આપણે કઈ કરી નથી શકતા પરંતુ જયારે આપણી જરૂરિયાત કરતા વધુની કમાણી જો કોઈકની મદદ કરવામાં વાપરીએ તો આપણે ભગવાનની કૃપાનો ઋણ ચૂક્યું કહેવાય અને આપનો માનવ જન્મ સાર્થક ગયો કહેવાય. ભાવના રાખી સુરતના છાંયડો માનવ સેવા સંઘના ચેરમેન ભરતભાઈ શાહએ જન સેવા શરુ કરી હતી.


  નાના છોડ જેવી સેવા આજે સેવાની વટવૃક્ષ બન્યું


  એક નાનકડી શરૂઆતથી શરુ કરેલી સેવા એટલે ચોક્કસપણે એવું કહી શકાય કે એક નાનકડો છોડ આને એક વટવૃક્ષ બની ગયું છે. અને વૃક્ષના છાંયડાની શીતળતાનો લાભ લાખો લોકો લઇ રહ્યા છે.ભોજનાલયથી શરુ કરેવી  સેવામાં આજે શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ પણ શરુ કરવામાં આવી છે.અને સ્વાસ્થ્યની સેવા અંર્ગત છાંયડો સંસ્થા દ્વારા એક નવી સેવા શરુ કરવામાં આવી.આદિવાસી વિસ્તારમાં ''નિર્ભર ને બનાવીએ સ્વનિર્ભર'' યોજના શરુ કરવામાં આવી. યોજનાએ ખાસ આદિવાસી વિસ્તારમાં રહેતા દિવ્યાંગ લોકો માટે શરુ કરવામાં આવી છે.  દિવ્યાંગની સેવા માટે કુત્રિમ અંગ મફત આપ્યા


  દિવ્યાંગોને ઓર્થોસીસ સાધનો, કુત્રિમ અંગો, મોબિલિટીના સાધનો,કાનના મશીન,વહીલચેર જેવા સાધનો મફત આપવામાં આવે છે. સેવા અંતર્ગત સંસ્થા દ્વારા ગામમાં કેમ્પ યોજવામાં આવે છે. અને તેમાં દિવ્યાંગ વ્યકતિને કઈ વસ્તુની જરૂરિયાત છે તે જાણી તેની ડોક્ટર દ્વારા પણ તાપસ કરવામાં આવે છે.અને જો તેમને કુત્રિમ અંગની જરૂરિયાત હોય તો તેની માપણી લઇ તે વાપરી શકે એવા સાધનો સંસ્થા દ્વારા મફત આપવામાં આવે છે.


  અત્યાર સુધી અનેક ગામના લોકોએ સેવાનો લાભ લીધો અને એક પછાત ગામના ગરીબ વ્યકતિ જે સાધના ખરીદવા માટે સક્ષમ હતા. અને તેઓ પોતાના પગ પર ઉભા રહેવા માટે પણ બીજા કોઈ પણ નિર્બળ હતા. તેમને સંસ્થાએ મદદ કરી સ્વનિર્ભળ બનાવ્યા છે.અને આવા અનેક સેવાના કર્યો કરી સુરતની છાંયડો સંસ્થા આજે ફક્ત સુરત નહિ પરંતુ સુરતની બહાર પણ અનેક લોકોને મદદરૂપ થઇ છે. આવી છાંયડો જેવી સંસ્થા જેમને સુરતને દરેક વિકટ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં મહત્વનો ભાગ ભજવો છે. તેને સુરતની ધરતી ૠણી છે.

  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: સુરત

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन