Home /News /surat /Surat: 13 વર્ષની દીકરીએ કહ્યું-'પપ્પા ત્રણ વ્યક્તિને નવું જીવન આપે છે'

Surat: 13 વર્ષની દીકરીએ કહ્યું-'પપ્પા ત્રણ વ્યક્તિને નવું જીવન આપે છે'

13 વર્ષની બાળકીની સમજદારી જોઈ હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ લોકોની આંખ ભીની થઇ

જતીનભાઈની ૧૩ વર્ષીય પુત્રી કિંજલે તેની મમ્મીને જ્યારે કહ્યું કે પપ્પા ત્રણ વ્યક્તિ ને નવું જીવન આપી જઇ રહ્યા છે, તારે જરા પણ રડવાનું નથી... કિંજલે તેના પપ્પાના કાનમાં કહ્યું કે

    Mehali tailor: surat. અંગદાન તરીકે ખ્યાતિ મેળવતા સુરતમાં વધુ એક વખત અંગદાન પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું. 407, નિરવ સ્કેવર એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી, શુશ્રુષા હોસ્પીટલની સામે, વિજલપોર, નવસારી. મુકામે રહેતા કંસારા સમાજના જતીન વસંતલાલ કંસારા જેમની ઉંમર 47 વર્ષ હતી. 2 નવેમ્બરના રોજ તેમના વેપારીને ત્યાં સાંજે 7 કલાકે ગયા હતા. ત્યાં તેમને ચક્કર આવતા તેમજ વોમીટ થતા તેમની તબીયત બગડી હતી. તેમને તાત્કાલિક નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં ફીઝીશીયન ડૉ. ધર્મેશ પટેલની સારવાર હેઠળ દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં લોહીનો ગઠ્ઠો અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન હરિન મોદીએ સર્જરી કરી મગજનો સોજો દુર કર્યો હતો.


    16 નવેમ્બરના રોજ જતીનભાઈના મિત્રો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પરિમલ નાયક અને હિરેન પરમારે ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી જણાવ્યુ કે જતીનભાઈના પરિવારજનો અંગદાનની પ્રક્રિયા સમજવા માગે છે. ડોનેટ લાઈફની ટીમે નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ પહોચી જતીનભાઈ પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા જણાવ્યુ કે 'જે વ્યક્તિ બ્રેઇનડેડ હોય તેના અંગોનું દાન થઈ શકે. બ્રેઇનડેડ જાહેર કરવા માટે હોસ્પિટલની બ્રેઇન સ્ટેમ ડેથ ડિકલેરેશન કમિટી દ્વારા એપ્નિયા ટેસ્ટ કરી જે તે દર્દીને બ્રેઇનડેડ જાહેર કરેલો હોવો જોઇએ.


    પરિવારજનોએ જણાવ્યું કે અમારા સ્વજનને ડોકટરોએ ક્લિનિકલી બ્રેઇનડેડ જાહેર કર્યો છે તો આપ ડોકટરો સાથે ચર્ચા કરી અંગદાન માટેના જરૂરી ટેસ્ટ કરાવો.'ડોનેટ લાઇફની ટીમે કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ ડોકટરોની ટીમને બ્રેઇનડેડ જાહેર કરવા માટેના જરૂરી ટેસ્ટ કરવા માટે જણાવ્યું ડોકટરોની 12 કલાકની જહેમત પછી પણ જતીનભાઈના એપ્નિયા ટેસ્ટ માટેના જરૂરી પેરામીટરમાં વધારો થતો હોવાથી એપ્નિયા ટેસ્ટ કરવો શક્ય થઈ શકતો ના હતો અને જતીનભાઈની તબિયત બગડતી જતી હોવાથી પરિવારજનોએ તેમણે સુરતની કિરણ હોસ્પીટલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો.


    મોડી રાત્રે કિરણ હોસ્પિટલના ડોકટરોની ટીમ નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલ પહોચીને જતીનભાઈને સુરતની કિરણ હોસ્પીટલમાં ટ્રાન્સફર કર્યા કિરણ હોસ્પિટલના ડોકટરોની ટીમે તેમણે સ્ટેબલ કર્યા પછી 17 નવેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડા, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડો. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે જતીનભાઈને બ્રેનડેડ જાહેર કરતાં કિડની અને લિવરના દાન માટે SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો.


    13 વર્ષની દીકરીએ કહ્યું પપ્પા ત્રણ વ્યક્તિને નવું જીવન આપે છે


    ડોનેટ લાઇફની ટીમે જતીનભાઈના મિત્ર હિરેન પરમાર સાથે રહી પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું ત્યારે જતીનભાઈના પિતા વસંતલાલ જણાવ્યું હતું કે જયારે ડોકટરોએ અમને જણાવ્યું હતું કે જતીન હવે બચી શકે તેમ નથી ત્યારે મને અંગદાનનો વિચાર આવ્યો હતો પરંતુ મારી પુત્રવધુ ને વાત કહેવી કેવી રીતે તે અંગે મનોમંથન ચાલતું હતું. જતીનભાઈની પત્ની એકતાબેને જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે શરીરતો બળીને રાખ થઇ જવાનું છે તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તમે અંગદાન માટે આગળ વધો. જતીનભાઈના ભાઈ રીતેશ કે જેઓ સાઉથ આફ્રિકા, બોત્સ્વાનામાં રહે છે તેમની સાથે પણ પરિવારજનોએ અંગદાન અંગેની ચર્ચા કરી ત્યારે તેમણે પણ જણાવ્યું કે એક ઈશ્વરીય કાર્ય છે.


    બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન કરવુ જોઈએ


    જતીનભાઈના પરિવારમાં તેમના વૃદ્ધ માતા-પિતા, પત્ની એકતા અને13 વર્ષીય પુત્રી કિંજલ છે જે નવસારીમાં આવેલી .બી. સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે.જતીનભાઈની 13 વર્ષીય પુત્રી કિંજલે તેની મમ્મીને જ્યારે કહ્યું કે પપ્પા ત્રણ વ્યક્તિ ને નવું જીવન આપી જઇ રહ્યા છે, તારે જરા પણ રડવાનું નથી... કિંજલે તેના પપ્પાના કાનમાં કહ્યું કે... પપ્પા તમે મમ્મીની જરાય ચિંતા કરશો નહીં... ત્યારે હોસ્પીટલમાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ. સલામ છે... વંદન છે... પ્રણામ છે... જતીનભાઈની 13 વર્ષીય પુત્રી કિંજલને, પત્ની એકતાબેનને, વૃદ્ધ માતા-પિતા વસંતલાલ અને ઉર્વશીબેનને, ભાઈ રિતેશને અને સમગ્ર કંસારા પરિવારને.


    દાનમાં મળેલા અંગથી ત્રણ લોકોનું જીવન ફરી મળ્યું


    દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વાપીની રહેવાસી ૩૯ વર્ષીય યુવતીમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૨૬ વર્ષીય યુવાનમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વાપીના રહેવાસી 48 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1055 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 444 કિડની, 189 લિવર,8 પેન્ક્રીઆસ, 42 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને342 ચક્ષુઓના દાનથી કુલ 968 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

    First published:

    Tags: Local 18, Organ donation, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन