Home /News /surat /Surat: એક માત્ર મંદિર જેમાં 5 માતાજી એક સાથે બિરાજમાન છે, કેમ દૂરદૂરથી આવે છે ભક્તો?

Surat: એક માત્ર મંદિર જેમાં 5 માતાજી એક સાથે બિરાજમાન છે, કેમ દૂરદૂરથી આવે છે ભક્તો?

સુરતમાં એક માત્ર મંદિર જેમાં 5 માતા એક સાથે બિરાજમાન છે. જેથી તેને પંચદેવી મંદિર કહેવામાં આવે છે.

નવરાત્રીના પર્વની ઉજવણી આખા દેશમાં થઇ રહી છે.નવરાત્રીના નવ પર્વ માંથી આઠમ એટલે કે આઠમા દિવસનું ખાસ મહત્વ હોય છે.નવરાત્રીના આઠમના દિવસે માતાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

  Mehali tailor,surat: નવરાત્રીના પર્વની ઉજવણી આખા દેશમાં થઇ રહી છે.નવરાત્રીના નવ પર્વ માંથી આઠમ એટલે કે આઠમા દિવસનું ખાસ મહત્વ હોય છે.નવરાત્રીના આઠમના દિવસે માતાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. દરેક માતાજીના મંદિરે દિવસે વિશેષ યજ્ઞ અને પૂજા કરવામાં આવે છે.ત્યારે સુરતમાં પણ પંચદેવી મંદિરની આથમના દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે

  સુરતમાં એક માત્ર મંદિર જેમાં 5 માતા એક સાથે બિરાજમાન છે. જેથી તેને પંચદેવી મંદિર કહેવામાં આવે છે. મંદિરમાં મેલડીમાતા, દશામાં, મહાલક્ષ્મીમાં,મહાકાળીમાં અને અંબેમાં એમ પાંચેય દેવીને એક સાથે બિરાજમાન કરવામાં આવે અને પાંચેય દેવીની એક સાથે પૂજા કરવામાં આવે એવું એક માત્ર મંદિર સુરતમાં છે. ત્યારે લોકોની માન્યતા છે કે મંદિરમાં પાંચેય દેવી એક સાથે બિરાજમાન હોવાથી તે ઘણીજ પવિત્ર જગ્યા છે. ત્યારે મંદિરમાં પણ આઠમની વિશેષ પૂજા કરવામાં આવે છે.  મંદિરમાં આઠમના દિવસે માતાજીની તાવો વિધિ કરવામાં આવે છે. એટલે કે કહેવાય છે જયારે કોઈ વ્યક્તિની કોઈ પણ કાર્ય પૂરું કરવાની માનતા મને છે. ત્યારે અહીંયા માતાજી તાવો વિધિ કરવામાં આવે છે. અને તાવો વિધિ એટલે કે ગરમ તાવના તેલમાંથી પુરીને હાથ વડે બનાવવામાં આવે છે. પુરીને તેલમાંથી બહાર કાઢવા માટે કોઈ પણ સાધન વાપરવામાં આવતું નથી. ત્યારે આઠમના દિવસે પણ તાવો વિધિ કરવામાં આવે છે.  કહેવાય છે કે નવરાત્રીમાં માતાજી તેના માથે ગરબી મૂકી ગરબો રમે છે. ત્યારે મંદિરમાં આઠમના દિવસે ગરબીને માતાની પ્રાણ પ્રતિષ્ઠા ઉપર મુકવામાં આવે છે. એટલે કે પાંચ દેવી માંથી મેલડી માતાના માથા પર આઠમના દિવસે વિશેષ ગરબી મુકવામાં આવે છે. શહેરમાં દરેક જગ્યાએ ગરબી તો મુકવામાં આવે છે. પરંતુ તે માતાજીની બાજુમાં મુકવામાં આવે છે. પરંતુ મંદિરમાં માતાજીના માથા ઉપર બિરાજમન કરવામાં આવે છે. લોકમાન્યતા મુજબ જયારે સાક્ષાત માતા ગરબા રમવા આવે છે. ત્યારે ગરબી જે માથે મૂકી હોય લઇને રમવા આવે છે


  આમ સુરતના પંચદેવી મંદિરમાં આથમનું અનેક મહત્વ છે.અને પાંચેય દેવી એક સાથે બિરાજમાન હોય છે ત્યારે માતાજીના ચોકમાં દૂર દૂરથી લોકો ખાસ નવરાત્રીમાં ગરબા રમવા આવે છે.

  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: સુરત

  विज्ञापन
  विज्ञापन