Home /News /surat /Surat: આપણું સુરત આટલું સુંદર છે? ઐતિહાસિક સ્થળો અંગે લોકોને અનોખી રીતે અપાઇ જાણકારી

Surat: આપણું સુરત આટલું સુંદર છે? ઐતિહાસિક સ્થળો અંગે લોકોને અનોખી રીતે અપાઇ જાણકારી

સુરત શહેરના ઐતિહાસિક સ્થળો અંગે લોકોને અપાઇ જાણકારી

કોમ્પિટિશનમાં ભાગ લેનાર દરેક લોકો વધુમાં વધુ છથી સાત સ્થળજ ઓળખી શક્યા હતા. સ્થળની આજુબાજુ રહેતા લોકોને પણ પોતાના વિસ્તારમાં આ ઐતિહાસિક સ્થળ છે તેની ખબર હતી નહીં.

    Mehali tailor, Surat. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ઇન્સ્ટિટયૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ દ્વારા ચાર દિવસની સ્થાપત્ય 2023 પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાપત્યમાં 70 થી વધુ એક્ઝિબ્યુટર્સ દ્વારા બિલ્ડીંગ પ્રિન્ટિંગ ઇન્ટિરિયર જેવા અવનવા ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સ્થાપત્યમાં સુરત હેરિટેજ ટ્રસ્ટ દ્વારા પણ એક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.


    સુરત હેરિટેજ ટ્રસ્ટ દ્વારા સ્ટોલમાં એક કોમ્પીટીશન રાખવામાં આવી હતી. જેમાં સુરતના દસ અલગ અલગ સ્થળો જે ઐતિહાસિક રીતે મહત્વના છે. તે સ્થળોના ફોટા રાખી તે ક્યાંના છેઅને કયા નામે ઓળખાય છેતે બાબતે ફોટા નીચે તેનું સ્થાન અને સ્થળ ઓળખવાની કોમ્પિટિશન રાખવામાં આવી હતી. કોમ્પિટિશનમાં માત્ર સુરતના લોકો ને તે સ્થળ ઓળખવા માટે ચાન્સ આપવામાં આવ્યો હતો. મહત્વની વાત તો છે કે સુરતના લોકોને સુરતના ઐતિહાસિક સ્થળ વિશે જાણકારી હતી નહીં અને સ્થળ કયું છે ક્યાં છે તેની પણ ખબર હતી નહીં.


     

    મોટેભાગના લોકો સુરતના સ્થળને ઓળખવામાં નિષ્ફળ રહ્યા


    ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લેતા મોટેભાગના લોકો સુરતના સ્થળને ઓળખવામાં નિષ્ફળ રહ્યા હતા. કોમ્પિટિશનમાં ભાગ લેનાર દરેક લોકો વધુમાં વધુ થી સાત સ્થળજ ઓળખી શક્યા હતા. સ્થળની આજુબાજુ રહેતા લોકોને પણ પોતાના વિસ્તારમાં ઐતિહાસિક સ્થળ છે તેની ખબર હતી નહીં.લોકોમાં સુરતના ઐતિહાસિક સ્થળ અને તેના મહત્વ વિશે જાગૃતિ ફેલાઈ અને લોકોને સ્થળો વિશે કેટલી ખબર છે તે માટે સુરતને હારીજ ટેસ્ટ દ્વારા સ્ટોલ નું આયોજન કરવામાં આવ્યું હતું.



    સુરતનું હેરિટેજ ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી સુરતના હેરિટેજ વિસ્તાર માટે કાર્યરત છે


    સુરતનું હેરિટેજ ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી સુરતના ઐતિહાસિક સ્થળોની જાળવણી બાબતે અને તેના ઇતિહાસ બાબતેના કામો કરી રહ્યું છે. હેરિટેજ ટ્રસ્ટના સેક્રેટરી રોહિતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે,\"અમે સુરતના હેરિટેજ જગ્યા વિશે જાળવણી રાખવાનું અને જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે પરંતુ ચાર દિવસની ક્વીઝ કોમ્પિટિશનમાં એક પણ સુરતીઓ માત્ર 10 પણ ઓળખવામાં નિષ્ફળ રહ્યા છે.



    સુરતમાં રહેતા લોકોને સુરત નો ઇતિહાસ અને તેના હેરિટેજ ટ્રસ્ટ બાબતે જાણકારી નથી. લોકોને જાણકારી હોવાને કારણે હેરિટેજ ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી કાર્યરત કર્યો છે અને હવે અમે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે રીતે કોમ્પિટિશન કરી અને અલગ અલગ જગ્યાએ સામિનારાયણ કરીને હેરિટેજ જગ્યા સચવાઈ રહે તે માટે કાર્યરત છે.\"

    First published:

    Tags: Local 18, સુરત