Home /News /surat /સુરત: ઓનલાઇન શોપિંગ કરો છો? તો જાણો MYNTRA ના કર્મચારીઓ કઇ રીતે કરે છે ફ્રોડ
સુરત: ઓનલાઇન શોપિંગ કરો છો? તો જાણો MYNTRA ના કર્મચારીઓ કઇ રીતે કરે છે ફ્રોડ
પોલીસે છેતરપિંડી કરનારા લોકોની કરી ધરપકડ
Online Fraud: ઓનલાઈન મંગાવવામાં આવતા ગ્રાહકો પાસેથી રિઝેકટ થયેલા માલ પરત આવતા કંપનીના 6 જેટલા કર્મચારી કંપની સાથે છેતરપિંડી કરતા હોવાને લઇને પોલીસે ધરપકડ કરી છે.
સુરતઃ ભારતની ઓનલાઈન પાર્સલ પહોંચાડતી સુપ્રસિદ્ધ કંપની મિન્ત્રા (MYNTRA) ડિઝાઇન પ્રા. લી કંપનીના કર્મચારીઓએ ઓનલાઈન મંગાવવામાં આવેલી પ્રોડક્ટ સાથે છેતરપિંડી કરવાની વાત સામે આવી છે. કંપનીએ જે ગ્રાહકો દ્વારા પાર્સલ રિજેક્ટ થઈને પરત આવ્યા હોય તેને ખોલીને અસલ પ્રોડક્ટને બદલીને તેના બદલે હલકી ગુણવત્તાવાળો માલ મુકીને વેપારીઓને છેતરવામાં આવતા હતાં. આ પ્રવૃત્તિનો પર્દાફાશ કરતાં પોલીસે 4 કંપનીના કર્મચારી અને બે અન્ય યુવકોની ધરપકડ કરી છે.
સુરત શહેરની અલગ-અલગ માર્કેટ અને ઓનલાઈન સેલિંગ દુકાનો/કંપનીઓ સાથે થતી ઠગાઈ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસે અભિયાન ચલાવ્યુ હતું. અભિયાન શરૂ કરતાં પોલાસે કતારગામ વિસ્તાર અને સારોલી રોડ પર આવેલી આશીર્વાદ ટેક્ષટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા અંબરીશભાઇ મિયાણી 'ઇન્ડોએરાડિઝાઈન'નાં નામથી ભાગીદારીમાં કુર્તી, ડ્રેશ, કુર્તા સેટ વગેરેનું મેન્યુફેક્ચરિંગ કરીને ઓનલાઈન સેલિંગનું કામ અલગ-અલગ કુરિયર કંપની દ્વારા કરાવતાં. જેમાંથી એકર કંપની MYNTRA ડિઝાઇન પ્રા. લિમિટેડ હતી.
તેઓ કંપની સાથે ઘણાં વર્ષોથી વેબસાઈટ ઉપર અલગ-અલગ પ્રોડક્ટ અને માલનું ઓનલાઈન સેલિંગ કરતાં. જેમાંથી અમુક ગ્રાહકોને પ્રોડક્ટની ડિઝાઇન, ફિટીંગ કે કલર પસંદ ના આવે તે પાર્સલ પરત કરવામાં આવતું. પરત ફરેલા પાર્સલમાં MYNTRA કંપનીના માણસો દ્વારા પાર્સલમાંથી અસલ પ્રોડક્ટ કાઢી અને તેના બદલમાં હલકી ગુણવત્તાવાળી પ્રોડક્ટ ભરીને અસલ પ્રોડક્ટને સગેવગે કરી છેતરપિંડી કરવાની ફરિયાદ સામે આવી હતી.
પોલીસે 6 લોકોની કરી ધરપકડ
પોલીસે આ મામલે તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી ત્યારે આ કંપનીના કર્મચારીની સંડોવણીથી છેતરપિંડી થઈ હોવાની વાત સામે હતી. જમાં પોલીસે નિલેશ ઉર્ફે ભૂષણ, અઝહર, દિપક, સુભાષ પાટીલ, એઝાઝ, મોહમદ જાવેદની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ચાર લોકો કંપનીના કર્મચારી હોવાનું સામે આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, અટકાયત કરેલા લોકોમાં મેનેજરથી માંડીને પીક-અપ બોય સુધીની પોસ્ટ ધરાવતા લોકોની સંડોવણી સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ લોકો ભેગા મળીને ગ્રાહકો દ્વારા પરત કરવામાં આવેલા માલ સાથે છેતરપિંડી કરીને હલકી ગુણવત્તાવાળો માલ ભરી દેતા હતાં. તેથી પરત ફરેલો જે માલ વેપારીને પાછો મોકલવાનો હોય તેમાં હલકી ગુણવત્તાનો માલ હોવાથી વેપારીને ભારે નુકસાન પહોંચતું હતું. પોલીસ દ્વારા કાર્યવાહી કર્યા બાદ આરોપીઓએ તેમને આર્થિક લાભ મળતો હોવાની કબૂલાત કરી હતી. આ સાથે પોલીસે તમામ આરોપી પાસેથી 13 લાખથી વધુનો માલ કબજે કરીને અન્ય કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.