Home /News /surat /વાલીઓ માટે સુરતનો લાલબત્તી સમાન કિસ્સો! એક વર્ષની બાળકી રમતાં રમતાં એસિડ પી ગઇ

વાલીઓ માટે સુરતનો લાલબત્તી સમાન કિસ્સો! એક વર્ષની બાળકી રમતાં રમતાં એસિડ પી ગઇ

રમત રમતમાં એક વર્ષની માસુમ બાળકી એસિડ ગટગટાવી જતા બાળકીની હાલત ગંભીર છે

Surat news: સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક આઇસીયું વિભાગમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી.સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યાનુસાર બાળકી 50 ટકા એસિડ ગટગટાવી જતા હાલત વધુ ગંભીર.

સુરત: શહેરમાં ફરી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમત રમતમાં એક વર્ષની માસુમ બાળકી એસિડ ગટગટાવી જતા બાળકીની હાલત ગંભીર છે. બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક આઇસીયુ વિભાગમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી.

સુરતના લીંબાયત વિસ્તારમાં સ્થિત મદીના મસ્જિદ નજીક રહેતી એક વર્ષની માસુમ બાળકી આમીના અન્સારીએ રમત રમતમાં એસિડ ગટગટાવી લીધું હતું. માતા નજમાં અન્સારી રોજા ખોલવાના હોવાથી રસોડામાં કામમાં વ્યસ્ત હતી. આ દરમ્યાન બાળકીએ ઘરમાં રહેલી એસિડની બોટલને પાણી સમજી પી જતા બાળકીની હાલત ગંભીર બની હતી. બાળકીની હાલત ગંભીર જણાતા માતાની આંખો ભરાઈ આવી હતી. માસૂમ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: પુત્ર બ્રેઇન ડેડ થતા પરિવારે લીવર અને કિડનીનું કર્યું દાન

સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક આઇસીયુ વિભાગમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બાળકી 50 ટકા એસિડ ગટગટાવી જતા હાલત વધુ ગંભીર છે.


જોકે, આ ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે માતા પિતા માટે ચોક્કસ આ લાલબત્તી સમાન કિસ્સો છે. નાના બાળકો જે પરિવારમાં હોય છે એ પરિવારે ખાસ ધ્યાન રાખવાનું આ ઘટના પરથી શીખ મળે છે. હાલ પરિવાર પર જાણે દુખનો પહાડ તૂટ્યો હોય એમ લાગી રહ્યુ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat News, Surat news