Home /News /surat /દાહોદમાં દીપડાનો આતંક: ગુમલી ગામે દીપડાના હુમલામાં એકનું મોત; સુરતમાં દીપડાનો મૃતદેહ મળ્યો

દાહોદમાં દીપડાનો આતંક: ગુમલી ગામે દીપડાના હુમલામાં એકનું મોત; સુરતમાં દીપડાનો મૃતદેહ મળ્યો

દીપડાના હુમલાથી એકનું મોત

Leopard attack: બીજા એક બનાવમાં સુરતના મહુવા તાલુકામાં દેડવાશણ ગામ ખાતે એક બે વર્ષના નર દીપડાનો મૃતદેહ મળ્યો છે. દેડવાશણ ગામની સીમના એક ખેતરમાંથી નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે.

દાહોદ: દીપડાના હુમલા (Leopard attack)ને કારણે ફરી એકવાર મોતના સમાચાર પ્રાપ્ત થયા છે. દાહોદ જિલ્લાના ધાનપુરના ગુમલી ગામ (Gumli village) ખાતે દીપડાના હુમલામાં એક વ્યક્તિનું મૃત્યું થયું છે. ગુમલી ગામ ખાતે ઘરમાં ઘૂસીને દીપડાએ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઘર માલિક જાગી જતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. બૂમાબૂમને પગલે દીપડો ઘરમાંથી ભાગી ગયો હતો. દીપડાના હુમલાથી વ્યક્તિના કાન અને ગળાના ભાગે ઈજા પહોંચી હતી. ઈજાને પગલે વ્યક્તિનું મોત થયું હતું. બનાવ બાદ વન વિભાગ (Forest department)ની સ્થળ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

દીપડાનો મૃતદેહ મળ્યો


બીજા એક બનાવમાં સુરતના મહુવા તાલુકામાં દેડવાશણ ગામ (Dedvashan village) ખાતે એક બે વર્ષના નર દીપડાનો મૃતદેહ મળ્યો છે. દેડવાશણ ગામની સીમના એક ખેતરમાંથી નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે શંકરભાઈ દુત્યાભાઈ પટેલના ખેતરમાંથી ગત સાંજે મૃત દીપડો મળી આવ્યો છે. વન વિભાગે દીપડાનો કબજો મેળવીને જરૂરી તપાસ બાદ અંતિમ સંસ્કાર કર્યાં હતા. મળતી માહિતી પ્રમાણે દીપડાના શરીર પર ઈજાના કોઈ નિશાન ન હતા.

ગુજરાતના અન્ય અપડેટ્સ:


ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામમાં બાળકી બોરવેલમાં પડી


ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામમાં બોરવેલમાં (stuck in borewell) બાળકી બોરવેલમાં પડી ગઇ છે. આ બોરવેલમાં 12 વર્ષની બાળકી આશરે 40 ફૂટે નીચે ફસાઇ હોવાની શક્યતા છે. હાલ ધ્રાંગધ્રા મામલતદાર અને ડિઝાસ્ટર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલ બાળકી માટે રેસ્ક્યૂ ઓપરેશન (rescue operation) કરીને તેને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
" isDesktop="true" id="1233469" >

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી ગુજરાતની મુલાકાતે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગાંધીનગર સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક ગિફ્ટ સિટી (GIFT City) ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ની મુલાકાત દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ અને કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી ઉપસ્થિત રહેશે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:

Tags: Dahod, Leopard, સુરત, હુમલો

विज्ञापन