આ આ કારણને લઇ ભારત દેશમાં જવેલર્સનો બિઝનેશ ખુબ સારા પ્રમાણમાં ચાલે છે અને આ જવેલરોના ઉદ્યોગને પ્રમોશનન આપવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, અઠવા, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર’નો યોજાયો હતો . જેમાં સુરતના તમામ જવેલર્સ દ્વારા પોતાનું યુનિક કલેક્શન પ્રદર્શિત કરવામાં આવ્યું હતું,
સોનાનો હારએ કુંદન અને બીકાનેરીની ડિઝાઇનમાં બનાવવામાં આવ્યો
આઘુનિક જ્વેલરી ડિઝાઈનરો માત્ર પીળી ધાતુના આભૂષણો નથી બનાવતા.દક્ષિણ ભારતીય ઘરેણાંઓ દક્ષિણના દરેકેદરેક કુટુંબમાં યુવતીઓને ચઢાવવામાં આવે છે. પછી ભલે તે કુટુંબ અમીર હોય કે ગરીબ. ગરીબ કે મધ્યમવર્ગના પરિવારો જે આ ઘરેણાં માટે પૈસા ખર્ચી શકે એમ નથી હોતા એ લોકો પોતાની પહોંચ મુજબ થોડાઘણાં બનાવી લે છે, જ્યારે બાકીના મિત્રો કે સગાસંબધીઓ પાસેથી ઉધાર લઈને દુલ્હનનો શણગાર પૂરો કરે છે.અને તેને લઇ આ એસીબીશનમાં પણ લોકો સોનાની ખરીદી કરતા જોવા મળ્યા હતા.ત્યારે આ એક્સિબિશનમાં એક કિલોના સોનાના હારએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
આ પ્રદશનમાં જવેલર્સ દ્વારા એક કિલોનો સોનાનો હાર પણ પ્રદશનમાં મુકવામાં આવ્યો હતો, આ સોનાનો હારએ કુંદન અને બીકાનેરીની ડિઝાઇનમાં બનાવવામાં આવ્યો હતો.અને આ હારને સુરતમાં જ બનાવવામાં આવ્યો હતો. આ હાર પ્રદશનમાં મુકવામાં આવતા લોકોનું ધ્યાન આ હાર તરફ ખેંચાયું હતું.
લોકોમાં સોનાની ઘડિયાળ ખરીદવાનો ટ્રેડ વધ્યો
આ સિવાય સોનાની ઘડિયાળ પણ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. અને જવેલર્સના જણાવ્યા મુજબ લોકોમાં હવે સોનાની ઘડિયાળ ખરીદવાનો ટ્રેડ વધ્યો છે. લોકો હવે સોનાના બેસ્લેટની જગ્યાએ સોનાની ખરીદી કરવાનું વધુ પસન્દ કરે છે. આ ઘડિયાળમાં પણ 3 લાખથી લઇ 50 લાખ સુધીની ડિઝાઇન જોવા મળી હતી
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર