Home /News /surat /

Surat News: સંતાનો વિદેશમાં અને પિતાએ બીમારીથી કંટાળી પેટમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું

Surat News: સંતાનો વિદેશમાં અને પિતાએ બીમારીથી કંટાળી પેટમાં ગોળી મારી જીવન ટૂંકાવ્યું

બીમારીથી કંટાળી વૃદ્ધે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી.

આખરે કંટાળી પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી બાલુભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બનતા જ તાત્કાલિક બાલુભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બાલુભાઈને મૃત જાહેર કર્યા હતા

સુરત (Surat)ના સરથાણા વિસ્તારમાં એક 60 વર્ષીય વૃદ્ધે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી (Firing) મારી આત્મહત્યા (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે બનાવની જાણ થતાં સરથાણા પોલીસ (Sarthana Police) સહિત અધિકારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા અને લાશને પીએમ અર્થ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે અનેક કેસો સામે આવી રહ્યા છે જેમાં એનકેન પ્રકારે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી સુરતના સરથાણા યોગીચોક નજીક આવેલ સન સ્ટાર સીટી રો હાઉસમાં રેહતા બાલુભાઈ છેલ્લા ઘણા સમયથી અનેક બીમારીઓથી હેરાન પરેશાન હતા અને તેમના સંતાનો વિદેશમાં હતા અને બાલુભાઈ પોતાની વૃદ્ધ માતા સાથે અહીં રેહતા હતા. જોકે બાલુભાઈને કોલોસ્ટ્રોલ, ડાયાબિટીશ જેવી અનેક બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા અને જેને લઈને બાલુભાઈ સતત માનસિક તાણ અનુભવતા હતા.

આ પણ વાંચો- છ દાયકાથી ગુજરાત-મહારાષ્ટ્રનો આ વિવાદ ઉકેલાયો નથી

જોકે આખરે કંટાળી પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી બાલુભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બનતા જ તાત્કાલિક બાલુભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બાલુભાઈને મૃત જાહેર કર્યા હતા. જોકે બનાવ બનતા સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- જમ્મુ કાશ્મીરમાં થયેલા ગોઝારા અકસ્માતમાં સુરતના ટુર સંચાલકનું મોત

સુરતના સરથાણા વિસ્તારમાં ફાયરિંગ કરી આત્મહત્યાની ઘટના બનતા સરથાણા વિસ્તારમાં આવેલ સનસ્ટાર સીટી રો-હાઉસમાં વૃદ્ધા પોતાના પર ફાયરિંગ કરી આત્મહત્યા કરી લેતા સરથાણા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી.
Published by:rakesh parmar
First published:

Tags: Sarthana, Surat police, Surat suicide case, સુરત સમાચાર

આગામી સમાચાર