માત્ર 2 થી 5 મિનિટમાં બનાવો જાસૂદના ફૂલની ચા
તો જાણીશું કે તાજા જાસૂદના ફૂલની ચા બે થી પાંચ મિનિટમાં કઈ રીતે બને. જાસુદના છોડ લગભગ દરેક સ્થળે હોય છે પરંતુ આ જાસૂદના ફૂલના ઉપયોગની જાણકારી નો ભાવ જોવા મળે છે આ ફૂલ દેખાવમાં જેટલું સુંદર હોય છે એટલું જ ગુણથી પણ ભરપૂર હોય છે આયુર્વેદિકની દ્રષ્ટિએ આ ફૂલ નું ઘણું મહત્વ છે. આ જાસૂદના ફૂલની ચા બનાવવા માટે તાજા ફુલ લઇ તેને ધોઈ અને તેમાંથી ડાળખી કાઢીને ગરમ પાણીમાં નાખવા.ત્યારબાદ ગરમ પાણીને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી રહેવા દો. બે ત્રણ મિનિટ બાદ આ પાણીને એક ગ્લાસમાં કે કપમાં ગર્નીની ગાળી લઈ તેમાં લીંબુ અને સાકર નાખી ઇન્સ્ટન્ટ ચા બનાવી શકાય છે. આ જાસૂદના ફૂલને ગરમ પાણીમાં નાખીને ચા બનાવી શકાય છે ત્યારે આ જાસૂદના ફૂલને ઠંડા પાણી સાથે પીવાથી શરબત પણ બનાવી શકાય છે ત્યારે આ ફૂલની ચા જરૂર એકવાર ઘરે બનાવી પીવી જોઈએ.
આ ચા પીવાથી સ્વાસ્થ્યને થશે અનેક ફાયદા
આ જાસૂદના ફૂલની ચા વજન ઘટાડવાની સાથે સાથે કોલેસ્ટ્રોલ ને પણ કંટ્રોલ કરે છે અને હૃદયથી બીમારીને બચાવે છે. આ ઉપરાંત તેને પીવાથી વિટામીન અને એન્ટી ઓક્સિડેન્ટ મળી રહે છે. આ ફૂલમાં રહેલા તત્વો તણાવ ઓછું કરવામાં મદદ કરે છે. અને મગજને શાંત રાખે છે દરરોજ એક કપ જાસુદના ફૂલની ચા પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે સાથે ડિપ્રેશનથી પણ દૂર રહેવાય છે. અને દિવસ સંબંધી બીમારીઓમાંથી પણ રાહત મળી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર