Home /News /surat /Surat: આ વળી નવું આવ્યું, સુરતમાં આ વખતે શેરીઓમાં જોવા મળી રહ્યાં છે યોગ ગરબા

Surat: આ વળી નવું આવ્યું, સુરતમાં આ વખતે શેરીઓમાં જોવા મળી રહ્યાં છે યોગ ગરબા

સુરતમાં યોગ ગરબાનો વધી રહ્યો છે ટ્રેન્ડ

નવરાત્રીના તહેવારની ઉજવણી રાજ્યભરમાં જોર શોરથી ચાલી રહી છે. અને દર વર્ષે નવરાત્રીની ઉજવણીમાં સુરતીલાલાઓ કંઈક નવું કરતા રહે છે. ત્યારે આ વર્ષે સુરતની શેરીઓમાં ખેલૈયા ગરબાની સાથે રમી રહ્યા છે યોગ ગરબા.

    Mehali tailor,surat: માત્ર ગરબા નહિ પરંતુ ફિટનેશન માટે પણ ઘણા લાભદાયક છે. યોગ ગરબાની ડિઝાઇન કરનાર એનિષએ 10 વર્ષનું રિસર્ચ કર્યું હતું.ફિઝિયાપથેરપી,સાઈકોલોજીસ્ટ,સાયકોથેરાપીસ્ટ,ડાયેટિશિયન,યોગનિષ્ણાત,ગરબા કોરિયોગ્રાફર વગેરે દ્વારા એનાલિસિસ કરી યોગ ગરબાની શોધ કરવામાં આવી છે. 2019માં યોગ ગરબા સુરતમાં શરુ કરવામાં આવ્યા હતા. યોગ ગરબા કોવિડ પેસશન્ટ્સને પણ કસરત કરાવી અને ગરબા રમાડી તાણમુક્ત કર્યા હતા.

    નવરાત્રીના તહેવારની ઉજવણી રાજ્યભરમાં જોર શોરથી ચાલી રહી છે. અને દર વર્ષે નવરાત્રીની ઉજવણીમાં સુરતીલાલાઓ કંઈક નવું કરતા રહે છે. ત્યારે વર્ષે સુરતની શેરીઓમાં ખેલૈયા ગરબાની સાથે રમી રહ્યા છે યોગ ગરબા.યોગ અને ગરબાની કોમ્બિનેશન એટલે યોગ ગરબા. આ માત્ર ગરબા જ નહિ પરંતુ ફિટનેશન માટે પણ ઘણા લાભદાયક છે. આ યોગ ગરબાની ડિઝાઇન કરનાર એનિષએ 10 વર્ષનું રિસર્ચ કર્યું હતું.



    ફિઝિયાપથેરપી,સાઈકોલોજીસ્ટ,સાયકોથેરાપીસ્ટ,ડાયેટિશિયન,યોગનિષ્ણાત,ગરબા કોરિયોગ્રાફર વગેરે દ્વારા એનાલિસિસ કરી આ યોગ ગરબાની શોધ કરવામાં આવી છે. 2019માં આ યોગ ગરબા સુરતમાં શરુ કરવામાં આવ્યા હતા. આ યોગ ગરબા કોવિડ પેસશન્ટ્સને પણ કસરત કરાવી અને ગરબા રમાડી તાણમુક્ત કર્યા હતા. ત્યારે આ યોગ ગરબા આ વર્ષે શેરી ગરબામાં પણ લોકો રમી રહ્યા છે. પારંપરિક ગરબાની સાથે લોકો યોગ ગરબાના સ્ટેપ કરીને તેની પણ માજા મળી રહ્યા છે. આ ઉપરાંત પાર્ટી પ્લોટમાં પણ આ યોગ ગરબાન ટ્રેન્ડ જોવા મળ્યો હતો.


    10 વર્ષના રિસર્ચ બાદ તૈયાર કરાયા યોગ ગરબા



    શેરી અને પાર્ટીપ્લોટમાં રમતા લોકોએ પણ યોગ ગરબા રમ્યા હતા. ત્યારે યોગ ગરબા શીખવવા માટે ટ્રેનરો સુરતની શેરીમાં જય યોગ ગરબા શીખવી રહ્યા છે.ત્યારે શેરી ગરબામાં યોગ શીખવતા અનિકેત બંદાજીએ જણાવ્યું હતું કે ''શેરી ગરબામાં યોગ ગરબા લોકોને વધુ પસંદ આવી રહ્યા છે.પારંપરિક દોઢિયાંના સ્ટેપ કેટલાક લોકોને નથી આવડત ત્યારે યોગ ગરબા તેઓને ઘણાજ પસન્દ આવી રહ્યા છે. કારણકે ગરબા શીખીને કરવામાં ઘણા સેહલા છે. અને શરીરને થાક પણ લાગતો નથી. શેરીમાં ગરબા શીખવ્યે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો હોંશે હોંશે ગરબા શીખીને રમી રહ્યા છે.



    યોગ ગરબા કરવાથી ઘણા લાભ મળી છે. યોગ ગરબામાં સામાન્ય ગરબા કરતા એનર્જી ઓછી વપરાય છે. સાથે સ્નાયુઓ મજબૂત રહે છે. બ્લડ સર્ક્યુલેશન વધુ સારી રહે છે. અને ભગવાનના શબ્દો અને ભજન પણ યોગ વધુ સારી રીતે ગરબા કરી શકાતું હોવાથી આધ્યાત્મિક રીતે પણ લોકોને લાભ થાય છે. અને યોગ ગરબા કર્યા બાદ છેલ્લે મેડિટેશન પણ કરવામાં આવે છે. જેથી લોકોમાં ગરબા રમવાની સાથે શારીરિક ઉર્જા પણ મળી રહે છે.


    વિદેશમાં પણ યોગ ગરબાનો ટ્રેન્ડ


    યોગ ગરબા માત્ર સુરતમાં નહિ પરંતુ વિદેશમાં પણ આનો ઘણો ટ્રેન્ડ છે.અમેરિકામાં રહેતા લોકો પણ યોગ ગરબાના ક્લાસ કરી રહ્યા છે. અને અમેરિકામાં પણ નવરાત્રીમાં લોકો યોગ ગરબા રમી રહ્યા છે.

    First published:

    Tags: Navratri, Navratri 2022, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन