દુલ્હા દુલ્હન સાથે પરિવારજનોની પણ રંગોળી કરવામાં આવે છે
અને તે છે રંગોળી. રંગોળી આમ તો ઘરની સજાવટ માટે દિવાળીમાં કરવામાં આવે છે પરંતુ ક્યારેક કોઈક ઈવેન્ટમાં પણ રંગોળી નો ટ્રેન્ડ જોવા મળે છે. પરંતુ આ વખતે રંગોળી કોઈ ઇવેન્ટ કે કોઈ તહેવારોમાં નહીં આ વખતે રંગોળી જોવા મળી લગ્ન પ્રસંગમાં. લગ્ન પ્રસંગમાં આજે લોકો દુલ્હા દુલ્હન અને તેના પરિવારના ડિસ્પ્લે માં ફોટા મૂકે છે જેથી લોકો તેને જોઈ શકે. પરંતુ આ વખતે લગ્નમાં આ ફોટાની રંગોળી કરી હતી. જેમાં કપલ ના ફોટા થી લઈ આખા પરિવારજનોના ફોટાની રંગોળીઓ કરવામાં આવે છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
65000 થી લઇ 80000 સુધીની રંગોળી કરવામાં આવે છે
આ રંગોળી એ સુરતના આર્ટિસ્ટ અંજલી દ્વારા કરવામાં આવી હતી. આ થ્રીડી રંગોળીમાં દુલ્હા દુલ્હન અને તેના પરિવારજનોના ફોટાની રંગોળી કરી હતી. રંગોળી બનાવવા માટે અંજલીબેન બે દિવસ અગાઉ પોતાનું કામ ચાલુ કરી દે છે.
અને આ માટે અંજલિ બેન ને લગ્નના ઓર્ડર માટે રંગોળી બનાવવા માટે કપલ પોતાના પ્રિવેદિક ના ફોટાઓ પણ આપે છે જે અંજલિ બેન તેને રંગોળીમાં કંડારે છે. સુરતમાં આ રંગોળી પાછળ લોકો 65,000 થી લઈ ₹80,000 સુધી ખર્ચ કરે છે. અંજલીબેન આ રંગોળી માટે આખા દેશમાંથી ઓર્ડર આવે છે.
જો તમારે પણ આવી રંગોળી બનાવી હોય તો 999828481 પર કોન્ટેક્ટ કરી પોતાના પ્રસંગમાં પણ યુનિક રંગોળી બનાવડાવી શકો છો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર