Home /News /surat /Surat: હવે ઘરે જ બનાવો માટલાનું દેશી આરો ફિલ્ટર સિસ્ટમ, વીડિયોમાં જુઓ કેવી રીતે થાય તૈયાર!

Surat: હવે ઘરે જ બનાવો માટલાનું દેશી આરો ફિલ્ટર સિસ્ટમ, વીડિયોમાં જુઓ કેવી રીતે થાય તૈયાર!

X
હવે

હવે ઘરે જ તૈયાર કરો દેશી આરો ફિલ્ટર સિસ્ટમ

આ માટલામાં મૂકવામાં આવે રેતી અને માર્બલ મિશ્રણ અશુદ્ધ પાણીમાં હજારો કીટાણુઓ અને હાનિકારક જીવાણું સામે લડવામાં મદદ કરે છે. અને કોલસો પાણીમાંથી દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે.

    Mehali tailor,surat: જે દરેક ઘરમાં લોકો આરો વોટર સિસ્ટમ દ્વારા ફિલ્ટર કરેલું પાણી પીતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ફિલ્ટરેશન પ્રક્રિયા દરમિયાન પાણીનો કેટલો બગાડ થાય છે અને તેમાંથી કેટલાક જરૂરી મિલરન્સ પણ બહાર નીકળી જાય છે? ત્યારે સુરતમાં હજુ કેટલાય એવા પણ છે જ્યાં લોકો ફિલ્ટર પાણી પીવા માટે આરોનો નહીં પરંતુ આપણું દેશી ફિલ્ટર એટલે કે માટલાનું પાણી ફિલ્ટર કરી ને પીવે છે.


    તમને એમ થતું હશે કે આરો વગર ફિલ્ટર પાણી તો કઈ રીતે પી શકાય? પરંતુ આપણે આપણી દેશી રીતે પાંચ માટલા વડે આરો જેવું ફિલ્ટર પાણી ઘરે બનાવીને પી શકીએ છીએ. જાણે કઈ રીતે માટલામાં બનાવી શકાય છે ફિલ્ટર પાણી.


     

    પાંચ માટલાનો ઉપયોગ કરી ફિલ્ટર ઘરે બનાવો


    ફિલ્ટર બનાવવા માટે આપને સૌ પ્રથમ પાંચ માટલાની જરૂર પડે. પાંચ માટલા દ્વારા એક એવી ફિલ્ટરેશન સિસ્ટમ છે જે ચોખ્ખું અને શુદ્ધ પાણી પીવાથી છે તેને ખૂબ પસંદ પડે. પાંચ માટલામાં સૌ પ્રથમ માટલું એટલે કે પહેલા માટલામાં માત્ર પાણી રેડવામાં આવે છે અને માટલામાં નીચે એક કાણું પાડવામાં પણ આવે છે.કાણું પાડતી વખતે માટલું તૂટી જાય રીતે કાણું પાડવું જોઈએ.



    ત્યારબાદ બીજા માટલામાં માર્બલ એટલે કે પથ્થરના નાના નાના ટુકડા મૂકવાના રહેશે. ત્યારબાદ ત્રીજા માટલામાં કોકોનટના છોટલા વાળો કોલસો અથવા તો સાદો કોલસો પણ મૂકી શકાય છે. ચોથા માટલામાં ઝીણી રેતી એટલે કે બારીક રેતી મૂકવાની અને છેલ્લા એટલે કે પાંચમા માટલામાં પાણી સાથે કોઈપણ એક ચાંદીની વસ્તુ મૂકવાની રહેશે.


    માટલામાં મૂકવામાં આવેલા દરેક વસ્તુ કુદરતી રીતે પાણીને ચોખ્ખું બનાવે છે


    માટલામાં મૂકવામાં આવે રેતી અને માર્બલ મિશ્રણ અશુદ્ધ પાણીમાં હજારો કીટાણુઓ અને હાનિકારક જીવાણું સામે લડવામાં મદદ કરે છે. અને કોલસો પાણીમાંથી દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. અને ચાંદીએ સ્વાસ્થ્યના જોખમ અને રોકવા માટે અને બેક્ટેરિયાનો વિકાસ થતા અટકાવે છે. ચાંદી તમામ પ્રકારના હાનિકારક જીવો સામે અસરકારક રીતે ઉપયોગી હોય છે.જેથી છેલ્લા માટલામાં ચાંદી મૂકવામાં આવે છે. આમ કોઈપણ ખર્ચ વગર ઘરે જાતે પાંચ માટલા નું ફિલ્ટર બનાવી શુદ્ધ પાણી મેળવી શકાય છે.



    મહિના બાદ ફિલ્ટર સિસ્ટમને સાફ કરવાની અથવા તો બદલવાની જરૂર રહે છે


    સિસ્ટમ થી ઘરે જાતે આડો બનાવું ઘણું સરળ છે. હા ફિલ્ટર કોઈપણ પ્રકારના ટેકનોલોજી વગર અને કોઈપણ પ્રકારના વીજ વપરાશ વગર પણ તેનો ઉપયોગ કરી શકાય છે. અને ફિલ્ટર સિસ્ટમ દ્વારા ફિલ્ટર થયેલું પાણી આરો સિસ્ટમ દ્વારા ફિલ્ટર થયેલ પાણી કરતા પણ ઘણું ચોખ્ખું અને આપણા શરીર માટે લાભદાયક પાણી સાબિત થયું છે. દર મહિને ફિલ્ટર સિસ્ટમને એકવાર સાફ કરવાની અથવા તો બદલવાની જરૂર છે.

    First published:

    Tags: Local 18, સુરત