Mehali tailor,surat: ચોકલેટ ખાવાના શોખીન લોકો માટે બજારમાં મળતું ચોકલેટ એટલે કે નટેલા મનપસંદ બન્યું છે. આ નટેલા ને આજે કુકીઝ આઈસ્ક્રીમ કેક સાથે તો ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ હવે કેટલીક જગ્યાએ આ નટેલા સ્ટ્રોબેરી અને પાઈનાપલ જેવા ફ્રુટ સાથે પણ લેવામાં આવી છે. બજારમાં મળતા આ નટેલા નો ભાવ ઘણો હોય છે. ત્યારે આપણે આ નટેલા ઘરે પણ બનાવી શકીએ છીએ.
ઘરે નટેલા બનાવવાની રીત
આ નટેલા ઘરે બનાવો ઘણું સહેલું છે. ઘરે બનાવીને પણ આ નતેલાનો સ્વાદ આપણે બજાર જેવો જ માણી શકીએ છે. નટેલા બનાવવા માટે જરૂરી સામગ્રી:-55 ગ્રામ હેઝલ નટ, 30 ગ્રામ દળેલી ખાંડ, 10 ગ્રામ કોકો પાવડર, એક ચપટી મીઠું, એક ચપટી વેનિલા એસેન્સ, એક મોટી ટેબલ સ્પૂન તેલ અને 10 ગ્રામ ડાર્ક ચોકલેટ. આ સામગ્રી દ્વારા આપણે ઘણી સરળ રીતે ઘરે જ નટેલા તૈયાર કરી શકીએ છે. સૌપ્રથમ હેઝલ નટને મિક્સરમાં બરાબર વાટી લેવું, ફેશન નેટ માંથી પૂરેપૂરું તેલ નીકળી ન જાય ત્યાં સુધી તેને મિક્સરમાં વાટવું.
આ મિક્સરમાં માપસર દળેલી ખાંડ નાખી ફરી તેને મિક્સરમાં પીસી લેવું હેઝલ નતનું મિશ્રણ અને ખાંડનું મિશ્રણ બરાબર મિક્સ ન થાય ત્યાં સુધી તેને મિક્સરમાં વાટવું. ત્યારબાદ તેમાં કોકો પાવડર નાખી ફરી તેને મિક્સરમાં વાટી લેવું. આ મિક્સર માંથી પણ જ્યાં સુધી તેલ ન નીકળે અને તે લિક્વિડ ન બને ત્યાં સુધી તેને મિક્સરમાં પીસવું. ત્યારબાદ તેમાં તેલ મીઠું અને વેનીલા એસેન્સ નાખી ફરી તેને મિક્સરમાં પીસવું. પ્રમાણસરનું મીઠું એ કોઈપણ ગળી વસ્તુનો સ્વાદ વધારવામાં મદદ કરે છે. અને છેલ્લે તેમાં ચોકલેટ નાખી ફરી આ મિશ્રણને મિક્સરમાં પીસી લેવું. આમ આ નટેલા તૈયાર થઈ ગયું છે.
બજારમાં મળતા તૈયાર નટેલાની જેમ ઘરે બનાવેલા નટેલા વાપરી શકાય છે
આ નટેલા આપણે બજારમાં મળતા તૈયાર નેટલાની જેમ જ ખાઈ શકાય છે. આ પેલા જ્યારે આપણે બનાવે છે ત્યારે તે પાતળું બને છે પણ તેને સમય રહેતા ઘટ બની જાય છે. આ બનાવવા માટેની મહત્વની પ્રક્રિયા છે કે તેને યોગ્ય પ્રમાણમાં મિક્સરમાં મિક્સ કરવામાં આવે તો આ નટેલાનો સ્વાદ પણ સારો આવે છે
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર