Surat: સુરતની દીકરીએ સિવિલ એન્જીનિયરની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ટૉપ કર્યું
Surat: સુરતની દીકરીએ સિવિલ એન્જીનિયરની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ટૉપ કર્યું
સુરતના ઓલપાડની દીકરીએ સિવિલ એન્જીનિયરની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બાજી મારી છે.
નિખતખાન પઠાણ (Nikhatkhan Pathan) મુસ્લિમ સમાજની દીકરી છે. તેણીએ બેચલર ઓફ સિવિલ એન્જીનિયરની પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કર્યું છે અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે.
કેતન પટેલ, બારડોલી: સુરત જિલ્લા (Surat District)ના ઓલપાડ તાલુકાની મુસ્લિમ સમાજની દીકરી (Musim girl)એ માત્ર પોતાના માતા-પિતાનું નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ સમાજની સાથે ગુજરાત (Gujarat)નું પણ નામ રોશન કર્યું છે. યુવતીની આ સિદ્ધિથી હાલ સમગ્ર મુસ્લિમ સમાજ ગર્વની લાગણી અનુભવી રહ્યું છે. સુરતના ઓલપાડની દીકરીએ સિવિલ એન્જીનિયરની પરીક્ષામાં સમગ્ર ગુજરાત (Top in Civil Engineer Examination in Gujarat)માં બાજી મારી છે.
નિખતખાન પઠાણ (Nikhatkhan Pathan) મુસ્લિમ સમાજની દીકરી છે. તેણીએ બેચલર ઓફ સિવિલ એન્જીનિયરની પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કર્યું છે અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે. ઓલપાડના સિરાજખાન પઠાણની દીકરી છે. નિખતખાન હાલમાં સુરત શહેર ખાતેની ભગવાન મહાવીર કોલેજ ઓફ એન્જીનિયરિંગ એન્ડ ટેક્નોલોજી કોલેજમાં સિવિલ એન્જીનિયર ફેકલ્ટીના છેલ્લા વર્ષમાં નિખત અભ્યાસ કરી રહી છે.
નિખતખાન પઠાણે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા લેવાયેલ સિવિલ એન્જીનિયરના છેલ્લા વર્ષની પરીક્ષા સુરત ખાતેની ભગવાન મહાવીર કોલેજથી આપી હતી. જેનું પરિણામ જાહેર થતા નિખતખાન સિરાજખાન પઠાણે SPI માં 10, CPI માં 9.11 તથા CGPA માં 9.47 રેન્ક મેળવી સમગ્ર ગુજરાતમાં ટોપ ટેનમાં આવી છે.
ઉત્તિર્ણ સ્ટુડન્ટોમાં પ્રથમ ક્રમે સ્થાન પામી નિખતખાન અન્ય મુસ્લિમ દીકરીઓ માટે એક દાખલો ઉભો કર્યો છે. નિખતખાન સિવિલ એન્જીનિયર ક્ષેત્રે ગુજરાતની નંબર વન સ્ટુડન્ટ બની છે. જયારે નિખતખાન પઠાણે ઓલપાડ તાલુકા સહિત મુસ્લિમ સમાજ અને તેના પિતા સિરાજખાનનું નામ રોશન કરતા તાલુકાની જનતામાં આ દીકરી ટોક ઓફ ધ ટાઉન બની છે કે. દિકરીના પિતાનો "સકાબ ઘોડો"પણ દેશમાં નંબર વન અને દીકરીનો ઉચ્ચ અભ્યાસ પણ નંબર વન. આજે ઓલપાડ તાલુકામાં ગર્વની લાગણી અપાવી ગયો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર