સુરતઃ એક તરફ સુરતમાં કોરોનાનો (coronavirus) હાહાકાર યથાવત છે ત્યારે બીજી તરફ ઓરિસ્સાવાસીઓની અને ખાસ કરીને શ્રમિક મજૂરોની (labors) વાપસી વધુ સરળ થઇ શકે તે માટે રેલવેનો (Indian Railway) વધુને વધુ ટ્રેનો (trains) દોડાવવાનો નિર્ણય લીધો છે. ઓરિસ્સાના ખુર્દારોડથી ગાંધીધામ, અમદાવાદ અને ઓખા માટે આ ટ્રેનો દોડાવવાનું આયોજન છે. ત્રણેય સ્પેશિયલ ટ્રેનો (special train) તા.12મીથી શરૂ થવા જઇ રહી છે. ત્રણેય ટ્રેનોના કુલ 6 ફેરાઓ ગુજરાત માટેના રહેશે. જેથી ઉદ્યોગોમાંટે કારીગરો મોટી સંખ્યામાં સુરત આવી શકસે.
રેલવે મંત્રાલય સમગ્ર દેશમાં તા.12 સપ્ટે.થી 40 ટ્રેનો દોડાવવાનો નિર્ણય હાલમાં જ કર્યો હતો. તેની સાથે જ ગુજરાતથી 3 વિશેષ ટ્રેનો ઓરિસ્સા માટે ચલાવવાનો નિર્ણય લીધો છે. નવી સૂચના નહીં આવે ત્યાં સુધી આ ટ્રેનનું સંચાલન યથાવત રહેશે. આ ટ્રેનો માટેનું બુકિંગ તા.10મીથી શરૂ થઇ રહ્યાં છે.
પચ્છિમ રેલવે દ્વારા સંચાલિત થનારી 3 વિશેષ ટ્રેન અમદાવાદ-ખુર્દા રોડ, ગાંધીધામ-ખુર્દા રોડ અને ઓખા-ખુર્દા રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું છે કે અમદાવાદ ખુર્દા રોડ અઠવાડિયામાં 4 દિવસ અને બાકીની 2 ટ્રેનો અઠવાડિયામાં 1 દિવસ દોડશે અને તેનો લાભ અમદાવાદ, વડોદરા અને સુરત શહેરોને મળશે.
ઉલ્લેખનીય છેકે સુરતનો પાવરલુમ્સ, મીલમાં મોટે ભાગે ઓરિસ્સાના કારીગરો કામ કરતા હતા , જે અનલોકમાં સુરત આવ્યા નથી ત્યારે આ બે વેપાર માત્ર 20 ટકાજ કાર્યરત હતો . હવે કારીગરો જેમ જેમ આવતા જશે તેમ તેમ ઉદ્યોગો ફરિ ધમધમતા થશે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 256 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 154 જયારે ગ્રામીણ વિસ્તારમાં 102 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 23611 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 855 પર પહોંચ્યો છે, તેવામાં આજે 212 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.
" isDesktop="true" id="1023722" >
કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 256 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 154 કેસ નોધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 18158 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 102 કેસ સાથે દર્દી સંખ્યા 5453 પર પહોંચી છે.