દૂધ અને પૌઆ સાથે 2 ચમચી કોકો પાઉડર, ખાંડ અને ડ્રાયફ્રુટ નાખીને ખાવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાના બાળકોને પ્રિય એવા ચોકલેટી પૌઆ આ રીતે ઘરે જ બનાવી શકાય.
દૂધ અને પૌઆ સાથે 2 ચમચી કોકો પાઉડર, ખાંડ અને ડ્રાયફ્રુટ નાખીને ખાવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાના બાળકોને પ્રિય એવા ચોકલેટી પૌઆ આ રીતે ઘરે જ બનાવી શકાય.
Nidhi Jani, Surat : ' શરદ પૂનમની રાત રે રંગ ઢોલરીયો ' પૂનમના દિવસે આકશમાં ઉગેલો ચંદ્રમા તેની સોળે કળાએ ખીલેલો હોય છે. પૂનમની ચાંદનીથી આખું આકાશ પ્રકાશમય થઇ જાય છે અને ખુબ જ રમણીય દ્રશ્ય સર્જાય છે. ત્યારે ચંદ્રના આ પ્રકાશના ઘણા શારીરિક ફાયદાઓ પણ છે. શરદ પૂનમ ઉજવવાનું આ પણ એક કારણ હોઈ શકે છે, આપણા પૂર્વજો જે કોઈ તહેવારો ઉજવાતા હતા તેની પાછળ ઘણા વૈજ્ઞાનિક અને તાર્કિક કારણો પણ હતા જ. આપણે સૌ દર વર્ષે શરદ પૂનમના દિવસે દૂધ પૌઆ ખાઈને, ભગવાનની પૂજા કરીને , અને ગરબા ગાઈને તેની ઉજવણી કરીએ છે.
હવે દર વર્ષે જો એકની એક રીતે અને એકની એક વાનગી રિપીટ કરાતી હોય તો સ્વાભાવિક કોઈ વાર કંઈક નવું લાવવાનું મન થાય છે. હવે રીત પ્રમાણે દૂધ પૌઆ ખાઈને ઉજવણી થતી હોય તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે આપણે આપણા રીત રિવાજોને ન અનુસરીએ પણ તેથી જ સુરતીઓએ આનો પણ એક ટેસ્ટી ઉપાય શોધી કાઢ્યો છે.
સુરતમાં મળી રહયા છે અવનવા ફ્લેવર્સમાં પૌઆ, જેનાથી તમારી ઉજવણીમાં એક નવો ટેસ્ટ ઉમેરીને ઉત્સાહમાં વધારો થશે.અહીંયા ચોકલેટ તેમજ કસાટા ફ્લેવરમાં આઈસ્ક્રીમ પૌઆ મળી રહયા છે. ચોકલેટ પૌઆ તો દર વર્ષે મળી રહ્યા હોય છે જયારે આ વર્ષે શ્રીજી વૃંદાવન મસાલા બનાવતી કંપનીએ કસાટા ફ્લેવરના આઈસ્ક્રીમ પૌઆ બનાવ્યા છે. માત્ર એક મહિના માટે તેનું ઉત્પાદન ખાસ શરદ પૂનમ નિમિત્તે કરવામાં આવેલું છે.આ પૌઆ દૂધ, ખાંડ અને ડ્રાયફ્રુટ સાથે ભેગા કરીને ખાવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચોકલેટ પૌઆ તો તમે ઘરે પણ બનાવી શકો છો. દૂધ અને પૌઆ સાથે 2 ચમચી કોકો પાઉડર, ખાંડ અને ડ્રાયફ્રુટ નાખીને ખાવાથી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાના બાળકોને પ્રિય એવા ચોકલેટી પૌઆ આ રીતે ઘરે જ બનાવી શકાય.
દૂધ પૌઆ ખાવાની સાથે સાથે આપણે એક કળશ કે જગમાં પાણી ભરીને પણ તેની સાથે મુકવુ જોઈએ, ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે ચંદ્રના પ્રકાશમાં ચાર્જ કરેલું પાણી પીવાથી અનેક ફાયદાઓ પણ સામે આવ્યા છે.આંખો માટે ચંદ્રનો પ્રકાશ ખુબ લાભદાયી છે, જેવી રીતે વહેલી સવારે સૂર્યનારાયણના પ્રકાશમાં ઉભા રહેવાથી શરીરને અને આંખોને ફાયદા થાય છે તેમ રાત્રે ચંદ્રના પ્રકાશમાં ઉભા રહેવાથી અનેક ફાયદા થાય છે.આંખો માટે પણ ઘણું લાભદાયી છે.