સુરત: આ દૃશ્ય જેલનું નહીં પરંતુ નવી સિવિલ હૉસ્પિટલના બાથરૂમનું છે, કર્મચારીઓનું શરમજનક કૃત્ય
સુરત: આ દૃશ્ય જેલનું નહીં પરંતુ નવી સિવિલ હૉસ્પિટલના બાથરૂમનું છે, કર્મચારીઓનું શરમજનક કૃત્ય
Surat New civil Hospital : સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં ગજબની લાલિયાવાડી, પેશન્ટને વોશરૂમાં લોક કરી કર્મચારી નાસી ગયા
Surat News : સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં આવેલો દર્દી બાથરૂમમાં ગયો અને કર્મચારીઓ તાળુ મારીને જતા રહ્યા બહાર નીકળવા માટે દર્દી એક કલાક બૂમાબૂમ કર્યા બાદ બહાર કાઢવામાં આવ્યો
સુરત : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરતની નવી (Surat New Civil Hopsital) હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નવી સિવિલમાં ઓપીડીમાં સારવાર માટે આવેલો એક દર્દી બાથરૂમમાં (Washroom) ગયો અને કર્મચારીઓ તાળું મારીને જતા (Surat New civil Hospital Staff Locked Patient in Washroom) રહ્યા. જોકે દર્દી બહાર નીકળવા માટે એક કલાકમાં બૂમાબૂમ કર્યા બાદ આખરે તેને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે કર્મચારીઓની લાહ પરવાહી ને લઈને ફરી એક વખત વિવાદમાં આવી છે
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ જ બીજે દિવસે વિવાદમાં આવતી હોય છે અન્યથા કર્મચારી કભી હો તો ક્યાંક કરતાલ લઇને વિવાદ સર્જાતા હોય છે ત્યારે જ બનેલી એક ઘટનાને લઇને વિવાદ સાથે ચર્ચામાં આવી છે.
સુરત ખાતે રહેતા 28 વર્ષીય રસુલ સૈયદ વ્યસન મુક્તિ માટે નવી સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગની ઓ.પી.ડીમાં આવ્યો હતો. જોકે આજે સવારે તે માનસિક રોગની ઓ.પી.ડીમાં આવ્યો હતો. અને બપોરના એક વાગ્યાની આસપાર ઓ.પી.ડીમાં બાથરૃમમાં ગયો હતો.
દર્દીએ બુમો પાડી
જોકે બાથરૃમ માંથી તે બહાર નીકળ્યો ત્યારે ઓ.પી.ડીમાં ડોકટર, સ્ટાફ, અન્ય દર્દી દેખાયા ન હતા. તે એકલો જ હતો. જોકે તે ઓ.પી.ડીના મેઇન ગેટ માંથી બહાર નીકળવા ગયો હતો. તે સમયે મેઇન દરવાજા ગ્રીનને તાળું મારેલુ જોઇને ગભરાઇ ગયો હતો. જોકે તે દરવાજાની બહાર નીકળી નહી સકતા બુમો પાડવા લાગ્યો હતો.
જોકે તેનો અવાજ મહિલા સિક્યુરીટી ગાર્ડે સાંભળતા તરત ત્યાં દોડી આવી હતી. બાદમાં ત્યાંથી પસાર થતા એક વ્યકિતએ સિવિલના ઇન્ચૉજ આર.એમ.ઓ ઓમકાર ચૌધરીનેઆ અંગે જાણ કરી હતી. જેથી તેમણે ત્યાં એક કર્મચારીને મોકલ્યો હતો.
એક કલાક સુધી દર્દી ફસાયેલો રહ્યો
જોકે ચાવી લઇને આવે ત્યાં સુધીમાં દરવાજાની અંદર ફસાયેલા રસુલેને પાણી પીવડાવ્યુ અને ચા આપી હતી. બાદ દરવાજાનું લોક ખોલતા તે અંદાજીત એકાદ કલાકે બહાર આવતા રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે કર્મચારીની આવી હરકતને લઈને હોસ્પિટલમાં ફરી એક વખત વિવાદ ઉભો થયો છે અને કર્મચારીઓની બે જવાબદારી માટે પણ ચર્ચા ઊભી થઈ છે જ્યારે જોવાનું રહ્યું કે સુધીના સત્તાધીશો આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તો આ દર્દીના ઓપનિંગમાં પુરાઈ જવા ને લઈને વિવાદ સર્જાયો છે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર