Home /News /surat /સુરત: માતાપિતા માનેલા ભાઇના ઘરે દીકરીને મૂકીને ગયા વતન, હવસખોરે તમામ હદ વટાવી આચર્યું દુષ્કર્મ
સુરત: માતાપિતા માનેલા ભાઇના ઘરે દીકરીને મૂકીને ગયા વતન, હવસખોરે તમામ હદ વટાવી આચર્યું દુષ્કર્મ
આરોપી સુરજસીંગ
Surat News: વિદ્યાર્થિની જે સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાં ગુડ ટચ બેડ ટચના કાર્યકમો સતત થતા રહે છે. જેથી વિદ્યાર્થિનીએ પાડોશીની ગંદી હરકતો બાબતે સ્કૂલના પ્રિન્સિપાલને વાત કરી હતી
સુરત: શહેરના (Surat) રાંદેર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 13 વર્ષની બાળકી (rape on minor) પર પડોશમાં જ રહેતા પિતાના મિત્ર એવા યુવાને દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિની જે સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાં ગુડ ટચ બેડ ટચના કાર્યકમો સતત થતા રહે છે. જેથી વિદ્યાર્થિનીએ પાડોશીની ગંદી હરકતો બાબતે સ્કૂલના પ્રિન્સિપાલને વાત કરી હતી. જેને લઇને સમગ્ર મામલો બહાર આવ્યો છે. પરિવારે આ મામલે સુરતના રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમ યુવકની ધરપકડ કરી લીધી છે.
સુરતમાં નાની બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તેને લઈને સુરત પોલીસે દરેક શાળાઓમાં જઈને બાળકીઓને ગુડ ટચ બેડ ટચ ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જોકે, આ પ્રકારની ટ્રેનિંગ લઈને આવી બનેલી કેટલીક ઘટનાઓ સામે આવી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના રાંદેરમાં શ્રમ વિસ્તારમાં રહેતા પરિવારને 13 વર્ષની સગીર દીકરીને પાડોશીના ભરોસે મુકી જવાનું ભારે પડ્યું છે. માતા-પિતા બે સગીર દીકરીઓ અને એક સગીર દીકરાને પાડોશીના ઘરે મુકી વતન એમ.પીમાં સંબંધીની મરણવિધિમાં 6 દિવસ માટે ગયા હતા. જે દરમિયાન હવસખોરે 13 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતુ.
બાળકીને માતા-પિતાનો ડર લાગતો હોવાને કારણે તેમને વાત કરી ન હતી હવસખોર પાડોશીએ બાળકી પર બે મહિના પહેલા રેપ કર્યો હતો. બાળકી જે સરકારી સ્કૂલમાં ભણતી હતી તે સ્કૂલમાં પોલીસ દ્વારા ગુડ ટચ બેડ ટચનો કાર્યકમ કરવામાં આવ્યો હતો. જેના થકી બાળકીએ હિમ્મત દાખવીને પાડોશીની ગંદી હરકતો બાબતેની સ્કુલની ટીચર અને મહિલા પ્રિન્સિપાલને જાણ કરી હતી. બાળકીએ રેપની વાત પ્રિન્સિપાલને કરતા તેમણે બાળકીની માતા અને પોલીસની ‘સી’ ટીમને આ બાબતે જાણ કરી હતી.
બીજા દિવસે માતા સ્કૂલે આવી ત્યારે મહિલા પ્રિન્સિપાલે બાળકી પર પાડોશીએ 3 વાર રેપ કર્યો હોવાની વાત કરતા માતા ચોકી ગઈ હતી. માતાએ દીકરીને આ બાબતે પૂછતાં દીકરીએ જણાવ્યું કે, 29 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી તમે ગામ ગયા તે વેળા સુરજસીંગે રાત્રે પહેલા અપડલા કર્યા પછી બીજા દિવસે રેપ કર્યો હતો. આવી જ રીતે નરાધમ પાડોશીએ બાળકી પર 3 વાર રેપ કર્યો હતો.
સુરતના રાંદેર વિસ્તારમાં 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મની ઘટના, પિતાના મિત્ર એ જ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ pic.twitter.com/8CMSZPqHPX
જોકે તાત્કાલિક બાળકીની માતાએ આ મામલે પોલીસમાં આ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક આરોપીને પકડી પાડી તેના વિરુદ્ધ બળાત્કાર અને પોકસો નો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.