Home /News /surat /Surat News: સુરતના કાપોદ્રામાં 12 વર્ષીય કિશોરી પર પાડોશીનું દુષ્કર્મ, મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવતો

Surat News: સુરતના કાપોદ્રામાં 12 વર્ષીય કિશોરી પર પાડોશીનું દુષ્કર્મ, મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવતો

આરોપી - ફાઇલ તસવીર

Surat News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં 12 વર્ષના કિશોરી પર યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. પરિવારને શંકા જતા આ મામલે તપાસ કરી હતી અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

સુરતઃ કાપોદ્રા વિસ્તારમાં 12 વર્ષના કિશોરી પર યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. પરિવારને શંકા જતા આ મામલે તપાસ કરી હતી અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે પરિવારે હાલ પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ આરોપીની ધરપકડ કરી લીધી છે.

પાડોશીના ઘરે નગ્ન અવસ્થામાં મળી આવી


મળતી માહિતી પ્રમાણે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી બાર વર્ષીય કિશોરી સાતમા ધોરણમાં ભણે છે. ગઈકાલે રાતે કિશોરી ઘરમાં ના જોવા મળતા પરિવારે તપાસ શરૂ કરી હતી. ત્યારે પાડોશમાં રહેતા સંદિપ શુક્લાના ઘરેથી નગ્ન અવસ્થામાં મળી આવી હતી. આ જોઈને પરિવાર ચોંકી ગયો હતો. ત્યારબાદ પરિવારે કિશોરીની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચોઃ સુરતના વેપારીનો પૈસાની લેતીદેતીમાં આપઘાત

છ મહિનામાં અનેકવાર દુષ્કર્મ આચર્યુ


કિશોરીએ પરિવારને જણાવ્યુ હતુ કે, સંદિપ તેને મારી નાંખવાની ધમકી આપીને અવારનવાર તેની પર દુષ્કર્મ આચરતો હતો. છેલ્લા છ મહિનામાં ત્રણથી વધુ વાર તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેને આધારે પોલીસે આરોપી સંદિપ શુક્લાની ધરપકડ કરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime news, Surat news, Surat police