કિર્તેશ પટેલ, સુરતઃ વડાપ્રધાન મોદીના (PM modi)સ્વચ્છતા અભિયાન (Clean India)સંદર્ભે શહેરમાં એક યુવકને સ્વચ્છતા અંગે ટકોર કરવાનું ભારે પડ્યું હતું. ઘરની બહાર પાણી રેડીને સફાઈ કરતી માતાને ગાળો આપતા યુવાન સમજાવવા ગયો હતો. જેથી પાડોશીએ (Neighbor)ઉશ્કેરાઈ જઈને યુવાનની છાતીમાં ચપ્પુ મારી દેતા તેના શરીરમાં 5થી 7 ઇંચ ઊંડો ફેફસાં સુધીનો ઘા પડી ગયો હતો. જેથી યુવાનને સારવાર અર્થે તાત્કાલિક (civil hospital) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ સામે હુમલો કરવાનો આ પ્રથમ કિસ્સો સુરતમાં બનવા પામતા લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે
શહેર રાજ્ય તેમજ દેશને સ્વચ્છ રાખવા વડાપ્રધાન મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ સુરતમાં આ સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ એક યુવાને ભારે પડ્યાની ઘટના બનવા પામી છે. સુરતના ઉધના વિસ્તારમાં ઉધના વિસ્તારમાં મફતનગરમાં રહેતા શિવમ નામના યુવકને તેની પડોશીએ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.
સવારના સમયે તે નોકરી જવાની તૈયારી કરતો હતો તે સમયે ઘરની બહાર પાણી રેડી સફાઈ કરતી માતાને પડોશી એ ગાળો આપી હતી આ મામલે યુવકે પડોશીને સ્વચ્છતા બાબતે સમજાવો જતા પડોશી ઉશ્કેરાઇ ગઇ હતી. અને તેની પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો જેથી યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેના શરીરમાં ૫થી ૭ ઇંચ ઊંડો સુધીનો ઘા પડી ગયો હતો જેથી યુવાનને તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં શિવમ હોન્ડાના શો રૂમમાં નંબર પ્લેટ ફિટિંગનું કામ કરે છે. અને હુમલાખોર રાજેશ પાંડે ત્રણ મહિના પહેલા જ વતન યુપીમાં માતાનું માથું ફોડી સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ દીકરી અને બે પુત્રોમાં શિવમ ચોથા નંબરનો પુત્ર છે. પિતા શિવ શંકર સમાચારપત્રોની એજન્સી ચલાવે છે. હુમલાખોર રાજેશે અગાઉ પણ બેથી ત્રણ જણા પર હુમલો કર્યો હતો. 3 દિવસ પહેલા એક 5 વર્ષના બાળકનું માથું ફોડી નાખ્યું હતું. તેમ છતાં પોલીસ કોઈ કામગીરી કરતી ન હોવાનો પરિવારે આરોપ મૂક્યો હતો.