Home /News /surat /Surat: નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થયાં પ્રોત્સાહન કાર્યો 

Surat: નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થયાં પ્રોત્સાહન કાર્યો 

એકઝીબિશનની મુલાકાત લેતા કોમલ બચકાની 

સુરતમાં અનેક એક્ઝિબિશનમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે તેમને એકઝીબિશનમાં (Exhibition in Surat) ફ્રીમાં સ્ટોલ ફાળવવામાં આવે છે. તેમના વ્યાપારમાં વૃદ્ધિ થાય એ ઉદ્દેશથી કરાયું આયોજન

Nidhi Jani, Surat:સુરત શહેરમાં દિવાળી અને તહેવારો આવે ત્યારે બજારમાં રોનક વધી જાય છે. આ મોંઘવારીના સમયમાં એકલા હાથે ઘર ચલાવવું મુશ્કેલ પડે છે, ત્યારે ગંગાસ્વરૂપ બહેનો ગુજરાન ચલાવવા માટે ઘરે જ કંઈક ને કંઈક વ્યવસાય કરતી હોય છે. તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા એકઝીબિશન (Exhibition in Surat) યોજાય ત્યારે એમના અલગથી સ્ટોલ ફાળવવામાં આવે છે.



નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યો હતું. સંસ્થાના કાર્યની રાજકારણીઓ સ્થાનિક સંસ્થાઓના પ્રમુખ દ્વારા નોંધ લેવામાં આવી હતી. કોમલ બચકાની, પ્રફુલભાઇ પંસેરીયા, શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, પૂર્વ કોર્પોરેટર મીતાબેન સાવલિયા, કાળુભાઇ ભીમનાથ, જસ્મીનભાઈ બાઘડા, કિરણબેન ગજેરા, જેવા કલાકારો , લેખક અંકિતાબેન મુલાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. એકઝીબિશાનમાં 86 સ્ટોલમાં 20 ગંગાસ્વરૂપ બહેનોને ફ્રીમાં ફાળવવામાં આવ્યા હતા. ઉપરાંત અનાથ દીકરીને વ્યવસાયમાં પ્રોત્સાહન આપવા માટે ફ્રીમાં સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો.મૈત્રી લેબ ગ્રોન ડાયમંડ આ એકઝીબિશનના સ્પોન્સર રહ્યા છે.



બહેનો News 18 સાથે વાતચીત કરતાં જણાવે છે કે, અમને એક્ઝિબિશનમાં ખુબ ફાયદો થાય છે. કારણ કે અમારે આમાં પોતાના પૈસા નાખવાના હોતા નથી. જે કંઈ પણ વેચાણ થાય છે અમારા માટે નફા સમાન છે. અહીંયા આવવાથી અમને ખુબ નફો થાય છે. કારણ કે બધું જ ટ્રસ્ટ દ્વારા ફાળવવામાં આવે છે.ટ્રસ્ટ દ્વારા અમને ખુબ સરસ સુવિધા આપવામાં આવે છે.



નીતાબેન સાવલીયા નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા મંડળના પ્રમુખ News 18 સાથે વાતચીત કરતાં જણાવે છે કે, અમે મહિલાઓ માટે સતત કાર્યરત છીએ.નીતાબેન અને રોજગારી આપવા માટેની પણ યોજનાઓ માટે કાર્યરત છે, તેમનું સપનું છે કે મહિલાઓને સેનેટરી પેડ બનાવતા શીખવે, અને તેનાથી રોજની બે થી ત્રણ હજારની કમાણી મહિલાઓ જાતે કરે. આ કાર્ય માટે તેઓ છેલ્લા પાંચ મહિનાથી સતત કાર્યરત છે. ટાટા કંપની દ્વારા MOU પ્રાપ્ત થાય તે તેમનું સપનું છે.

આ પણ વાંચો:  સુરતીઓને પસંદ આવ્યા ઇકો ફ્રેન્ડલી ગીફ્ટ્સ

ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી જાહેરાતો દ્વારા મહિલાઓને તેમના સ્ટોલની જાહેરાત કરવાની જરૂર નથી પડી, સંસ્થાને મદદ મળી રહે તે માટે મૈત્રી લેબ ગ્રોન ડાયમંડ તરફથી તેમને સ્પોન્સરશીપ આપવામાં આવી હતી, આ ઉપરાંત બીજા ઘણા સ્ટોલ બુકીંગ કરાયા જેનાથી તેમને જે સ્ટોલ ફ્રીમાં આપવાના હતા તે ખર્ચો પણ સંસ્થાએ જાતે ઉઠાવવો નથી પડ્યો.

એડ્રેસ: સમસ્ત પાટીદાર સમાજની વાડી, અંબાતલાવડી, કતારગામ, સુરત.

First published:

Tags: Surat news, Surat Samachar, સુરત, સુરત સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો