Home /News /surat /Navratri 2022: 40,000 દીવાડાથી ઝગમગી ઉઠ્યું ઉમિયાધામ, જુઓ VIDEO

Navratri 2022: 40,000 દીવાડાથી ઝગમગી ઉઠ્યું ઉમિયાધામ, જુઓ VIDEO

40,000 દીવાડાથી ઝગમગી ઉઠ્યું ઉમિયાધામ, જુઓ વીડિયો

Navratri 2022: નવરાત્રીમાં આઠમના દિવસનું ખુબ જ મહત્વ હોય છે. આ દિવસે માતાજીની આરતીનું પણ મહત્વ છે. આ દરમિયાન સુરતના ઉમિયાધામ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં 40,000થી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. આ આરતીના અદ્ભૂત દ્રશ્યો સામે આવ્યા છે.

વધુ જુઓ ...
    સુરત: નવરાત્રીના પાવન પર્વ નિમિતે તમામ ભક્તો મા અંબેની ભક્તિમાં ભાર વિભોર બન્યા છે. ત્યારે આજે આઠમાં નોરતે નિવેધ પણ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આઠમમાં માતાજીની આરતીનું વિશેષ મહત્વ છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારના ઉમિયાધામ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40,000થી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.

    મહાઆરતીમાં ભાગ લઈને ભાવિભક્તો ધન્ય બન્યા હતા. આ બાબતે, રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા ટ્વિટર પર મહા આરતીનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ, તેમણે લખ્યું કે,નવરાત્રી મહોત્સવના આઠમાં નોરતે સુરત શહેરના શ્રધ્ધાળુઓએ એકસાથે 30 હજારથી વધારે દીવડાવો પ્રગટાવીને મા અંબાની મહા આરતી કરી....



    આ પણ વાંચો: આઠમના દિવસે ચોટીલા ખાતે ભક્તોનું ઘોડાપુર

    વીડિયોમાં જોઈ શકાય છે કે, એકસાથે હજારોની સંખ્યામાં દીવા ઝગમગી રહ્યાં છે. અહીં આવેલા તમામ શ્રદ્ધાળુઓ હાથમાં દીવડા લઈને માતાજીની આરતી ઉતારી રહ્યાં છે.

    જણાવી દઈએ કે, વરાછા સ્થિત ઉમિયાધામમાં આઠમની મહાઆરતી સમયે આસપાસની તમામ લાઈટો બંધ કરીને માત્ર દીવડાઓની રોશનીથી જ આદ્યશક્તિની આરાધના કરવામાં આવે છે. જેના કારણે ઉમિયાધામનું સમગ્ર પટાંગણ દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠે છે અને અનેરુ દ્રશ્ય સર્જાય છે.



    જણાવી દઈએ કે, તમામ ભક્તોએ હજારોની સંખ્યામાં દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. માતાની ભક્તિમાં ભાવ વિભોર થઈને હાથમાં દીવા લઈને માતાજીની આરતી કરવામાં આવી હતી. આ સાથે જ, ઉમિયાધામમાં આઠમની મહા આરતી દરમિયાન આસપાસની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવે હતી અને દીવાઓની માતાજીની પૂજા કરવામાં આવે છે. જેના કારણે ઉમિયાધામના પ્રટાંગણ દીવાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું અને અદ્ભૂત દ્રશ્ય સર્જાયું હતું.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Navratri 2022, Umiyadham, સુરત

    विज्ञापन
    विज्ञापन