Home /News /surat /National Herald Case: સી.આર.પાટીલનો પ્રહાર, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ED ની નોટિસથી ડરી ગયા
National Herald Case: સી.આર.પાટીલનો પ્રહાર, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ED ની નોટિસથી ડરી ગયા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ જાહેરાત કરી છે.
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોનિયા ગાંધીને સમન્સ જારી કરીને 23 જૂને પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. સોનિયાને અગાઉ 8 જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે કોરોનાવાયરસથી સંક્રમિતના પગલે ED પાસે નવી તારીખ માંગી હતી. ત્યારે હવે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આજે સુરત (Surat)માં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CR Patil) અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ (Darshnaben Jardosh) હાજર રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં સી.આર. પાટીલે કોંગ્રેસે (Congress) લગાવેલા આરોપોનો જવાબ આપ્યો હતો. સાથે જ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધી (Rahul Gandhi)ને EDની (National Herald Case) નોટિસ મામલે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પર પલટવાર કર્યો હતો.
સી.આર. પાટીલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે, તેઓએ દેશની સંપત્તિ લૂંટી છે અને તેથી તેમને ઇડી દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. માટે સાબિત થાય છે કે આ એક ક્રિમિનલ કેસ છે. આથી તેઓ એટલા ડરી ગયા છે કે આ કેસને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે હાલમાં તેઓ બેડ પર છે અને કોર્ટથી જામીન લઇને બહાર છે પરંતુ આ દરમિયાન તેઓ આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે.
પાટીલે વધુમાં જણાવ્યું કે, તેમણે એર ઇન્ડિયા કંપની બનાવી તેમા શેર હોલ્ડર્સને પૂછ્યા વિના તેમના નામે શેર ટ્રાંસફર કર્યા હતા. અને માત્ર 50 લાખ રૂપિયામાં આખી પ્રોપર્ટીને પોતાના નામે કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેમના પર આ કેસ થયો છે. આ કેસમાં કેટલાક અન્ય લોકોના નામ પણ સામેલ છે જેઓ બાલમાં હયાત નથી પરંતુ તેમને પણ નોટિસ મોકલાઇ હતી. જોકે આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઇડી તરફથી એક તક આપવામાં આવી રહી છે પરંતુ તેઓ હાજર થવાના બદલે ઇડી વિરૂદ્ધ દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વધુમાં સીઆર પાટીલે જણાવ્યું કે, જો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાચા હોય તો તેમણે ઇડીમાં જઇને પોતાના જવાબ લખાવી દેવા જોઇએ. ખોટી રીતે દેશની સંપત્તિ હડપ કરવાનો પ્રયાસ કરનાર લોકો ઇડી પર પ્રેશર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સોનિયા ગાંધીને સમન્સ જારી કરીને 23 જૂને પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. સોનિયાને અગાઉ 8 જૂને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તે કોરોનાવાયરસથી સંક્રમિતના પગલે ED પાસે નવી તારીખ માંગી હતી. ત્યારે હવે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.