Home /News /surat /નાડીદોષનાં પ્રોડ્યુસર મુન્ના શુક્લા વિરુદ્ધ 65 લાખની છેતરપિંડીની ફરિયાદ, ત્રણ સાગરીતોની ધરપકડ

નાડીદોષનાં પ્રોડ્યુસર મુન્ના શુક્લા વિરુદ્ધ 65 લાખની છેતરપિંડીની ફરિયાદ, ત્રણ સાગરીતોની ધરપકડ

મુન્ના શુક્લાની ફાઇલ તસવીર

પોલીસે રોકાણ કરાવનાર એજન્ટ વિમલ ઇશ્વરભાઇ પટેલ, મયૂર નાવડિયા અને હેપ્પી કિશોરભાઇ કાનાણીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

  સુરત: રાજ્યમાં વધુ એક મોટી છેતરપિંડીની ફરિયાદ સામે આવી છે. જેમાં ગુજરાતની બહુચર્ચિત ફિલ્મ નાડી દોષનાં પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની સંડોવણી બહાર આવતા ચકચાર મચી ગઇ છે. ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઇ છે. પોન્ઝી સ્કીમ બતાવી 65 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. જેમાં મુન્ના અને તેના અન્ય છ સાગરીતોએ રોકાણકારોને મહિને ચાર ટકા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે ટોળકીના ત્રણ સાગરીતોની ધરપકડ કરી લીધી છે. પોલીસે રોકાણ કરાવનાર એજન્ટ વિમલ ઇશ્વરભાઇ પટેલ, મયૂર નાવડિયા અને હેપ્પી કિશોરભાઇ કાનાણીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

  આ રીતે રોકાણકારોને ફસાવ્યાં


  આ છેતરપિંડીમાં શુકુલ વેલ્થ એડવાઇઝર અને શુકુલ વેલ્થ ક્રિએટર નામે રોકાણ કરાવ્યું છે. રાંદેર રોડ પર તાડવાડી વિસ્તારની ભરૂચા સોસાયટીમાં રહેતાં રેખાબેન હરિભાઈ બુંદેલાએ ઉઠમણાંની ફરિયાદ નોંધાવી છે. 64 વર્ષીય રેખા બુંદેલાને તેમના પરિચિત કલ્પેશ પટેલ મારફત મની ફાઉન્ડર કંપની અંગે માહિતી મળી હતી. કલ્પેશે રેખાબેનને કહ્યું હતું કે, આ કંપનીમાં રોકાણ કરવાથી મહિને છ ટકા જેટલું વ્યાજ મળશે. આ કંપની રજીસ્ટર્ડ થયેલી છે, બધાને સમયસર પૈસા પણ આપતી હોવાની વાત કરી કલ્પેશે રેખાબેનનનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ આ કલ્પેશ પટેલ રેખાબેનના ઘરે ગયો અને તેણીના ભત્રીજાને રોકાણની વિવિધ સ્કીમ સમજાવી હતી. વેસુમાં વીઆઇપી રોડ પર એમ્બ્રોસીયા બિઝનેસ હબમાં ચોથા માળે આ કંપનીની ઓફિસ છે. ત્યાં વિમલ પંચાલ અને મયુર નાવડિયા કંપનીનું કામ સંભાળે છે એમ કહી કમલેશ તેઓને કંપનીની ઓફિસ પણ લઇ ગયો હતો.

  ત્રણની ધરપકડ


  આ પણ વાંચો: અંબાલાલ પટેલની ઠંડી અંગે મોટી આગાહી

  તેમની ઓફિસ શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝ નામનું બોર્ડ લખેલી ઓફિસમાં તેઓ ગયા અને કમલેશે તેમની ઓળખ વિમલ અને મયૂર સાથે કરાવી હતી. કંપનીના અધ્યક્ષ પ્રદીપ શુક્લા હોવાનું કહી તેમણે કહ્યું કે, અહીં અલગ અલગ કંપનીઓ ચાલે છે, જે પૈકી શુકુલ વેલ્થ ક્રિએટર એલએલપી કંપનીએ મની ફાઉન્ડર નામની સ્કીમ લોકોના હિતમાં શરુ કરી છે.

  આ પણ વાંચો: સુરતમાં ચાર્જિંગમાં મૂકેલું મોપેડ ભડકે બળ્યું

  વિમલ પંચાલે આ કંપનીમાં રોકાણ કરવાથી મળનારૂં વળતર અને ફાયદા સમજાવ્યા હતાં. તેમણે કહ્યું કે, 10 હજારનું રોકાણ કરવાથી 1 યુનિટ મળશે. યુનિટની ખરીદી પર ત્રણ ટકા એન્ટ્રી ફી આપવાની અને જ્યારે યુનિટ પરત કરવામાં આવે ત્યારે 3 ટકા કાપી પૈસા ચૂકવાશે. આ યુનિટમાં રોકાણ કરવાથી મહિને 4 થી 22 ટકા વળતર આપવાનું કહી રોકાણ એક વર્ષ સુધી પરત માંગી શકાશે નહીં આવી શરતો પણ મુકી હતી.

  જે બાદ રેખાબેનને 2.50 લાખનું રોકાણ કર્યુ હતુ. આ રોકાણ સામે તેમને મહિને ચાર ટકા આપતા હતા. જોકે, કોરોનાકાળમાં આ સ્કીમ બંધી કરી દીધી હતી. જે બાદ 2020માં બીજી કંપની શુકુલ વેલ્થ એડવાઇઝરી નામથી શરૂ કરી હતી. જેથી તેમના રુપિયા અન્ય સ્કીમમાં ટ્રાન્સફર કરાવ્યું હતુ. આ રીતે બુંદેલાએ 3,39,900 રુપિયાનું રોકાણ કર્યું હતુ. જેની સામે પણ થોડા સમય વળતર ચૂકવવામાં આવ્યું હતુ.
  " isDesktop="true" id="1322749" >

  જે બાદ સીબીએ દરોડા પાડીને કંપનીએ બેંક ખાતુ બંધ કરી દીધું હતુ. જેથી કંપનીએ તે વખતે કહ્યુ હતુ કે, કાર્યવાહી બંધ થશે એટલે તમને રૂપિયા મળી જશે. આવું કહીને તમામ રોકાણકારોને સમજાવ્યા હતા. જોકે, હવે આ કંપની સામે 65 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: ગુજરાત, સુરત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन