Home /News /surat /આઠ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, સુરત પોલીસે કરી બે આરોપીઓની ધરપકડ

આઠ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, સુરત પોલીસે કરી બે આરોપીઓની ધરપકડ

ચોકીદારની હત્યાનો ભેદ ઉકેલાયો

Surat Crime News: આઠ મહિના પહેલા સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અડાજણ બસ ડેપો નજીક હોપ પૂલના છેડે આવેલા સુરત મહાનગરપાલિકાના ‘પે એન્ડ યુઝ’ના ચોકીદારની હત્યા થઈ હતી. આ ઘટનામાં પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના બે આરોપીને ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
સુરત: આઠ મહિના પહેલા સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અડાજણ બસ ડેપો નજીક હોપ પૂલના છેડે આવેલા સુરત મહાનગરપાલિકાના ‘પે એન્ડ યુઝ’ના ચોકીદારની હત્યા થઈ હતી. આ ઘટનામાં પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના બે આરોપીને ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. સુરત પોલીસ દ્વારા બન્ને આરોપીઓની ધડરકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. બન્ને આરોપીઓ આ પહેલા પણ ઘણા ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી તેઓ મધ્ય પ્રદેશની જેલમાં બંધ હતા.

હત્યાના આરોપીઓની કરાઈ ધરકપડ


ઉલ્લેખીય છે કે, 5 મેં 2022ના રોજ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો નોંધાયો હતો. અડાજણ બસ ડેપો નજીક હોપ પુલના છેડે સુરત મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલયના ચોકીદારની કોઈ અજાણ્યા ઇસમો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જો કે આ ચોકીદાર સૌચાલયની બાજુમાં બનાવવામાં આવેલી રૂમમાં રહેતો હતો કે બંધ બારણે કેટલાક ઈસમોએ ચોકીદાર પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આઠ મહિના પહેલા થયેલી હત્યાના ગુનામાં ભાગતા ફરતા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચો: પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો, 5માં માળેથી પટકાતા બાળકનું મોત

બાતમીના આધારે મળી હતી જાણકારી


સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આ બંને આરોપી ચોકીદારની હત્યા કર્યા બાદ તેના વતન ધાર ખાતે ભાગી ગયા હતા અને ત્યાં વતનમાં જઈને આરોપીઓ ધાડ પાડવાની તૈયારી કરતા હતા. આ મામલે મધ્યપ્રદેશ પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી હતી. મધ્યપ્રદેશના કોતવાલી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ છેલ્લા 7 મહિનાથી જેલમાં હતા અને માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આરોપીઓને સુરત લાવી હતી અને આરોપીઓની પૂછપરછ કરતા તેમને રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

આ પણ વાંચો: દેવાયત ખવડની મકરસંક્રાંતિ જેલમાં જ જશે, જામીન નામંજૂર

પૈસાની લેતી દેતી મામલે કરાઈ હતી હત્યા


ઉલ્લેખનીય છે કે, બંને આરોપીઓએ કબુલાત કરી હતી કે ચોકીદાર સાથે તેમને પૈસાની લેતી જેથી મામલે અદાવત રાખીને ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં આરોપી પંકજ રાઠોડ અને શિવા ચૌહાણ એ સાથે મળીને ચોકીદારને ઘાતક હથિયારો વડે ઇજાગ્રસ્ત કરી તેનું મોત નીપજાવ્યું હતું. આ બંને આરોપીઓ વિરુદ્ધ મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોળ તથા ધાડના ગુનાઓ નોંધાયા છે. આરોપી પંકજ રાઠોડ સામે મધ્ય પ્રદેશના કોતવાલી પોલીસ સ્ટેશનમાં નવ જેટલા ગુનાઓ નોંધાયા છે. તો શિવા ચૌહાણ સામે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Murder case, Surat Crime, Surat crime news, Surat police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन