Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં હરિઓમ નગરમાં આવેલા લુમ્સના ખાતામાં કારીગરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. થોડા થોડા દિવસ અગાઉ જ કામ પર આવેલા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં હરિઓમ નગરમાં આવેલા લુમ્સના ખાતામાં કારીગરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. થોડા થોડા દિવસ અગાઉ જ કામ પર આવેલા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
લાકડાંના ફટકા મારી હત્યા કરી
સુરતમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. તેવામાં શહે૨ના પાંડેસરા વિસ્તારમાં હરિઓમ નગરમાં આવેલા લુમ્સના ખાતામાં આજે વહેલી સવારે રોહિત રાજપૂત નામના એક કારીગરની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. અજાણ્યા ઇસમો દ્વારા રોહિતને માથામાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. વહેલી સવારે ખાતામાં આવેલા અન્ય લોકોએ મૃત હાલતમાં રોહિતને જોતા તેઓએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. મૃતક 30 વર્ષીય રોહિત ઠાકોર મૂળ યુપીના બાંદાનો રહેવાસી છે. સુરતના પાંડેસરામાં આવેલી હરિઓમ ઇન્ડસ્ટ્રીઝના લુમ્સના કારખાના ત્રીજા માળે TFO મશીન ચલાવતો હતો. રોહિતની જે રીતે લાશ મળી આવી છે તેને લઈ હાલ તો હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે આસપાસના સીસીટીવી સહિતની તપાસ શરૂ કરી છે.