સુરત: ડીંડોલી વિસ્તારમાં નજીવી બાબતમાં યુપીવાસીની હત્યા કરી દેવામાં આવી હતી. પોતાના પિતાના મિત્રની હત્યા પુત્રએ કરી નાખી હતી. અહીં જમવા બાબતે ઝઘડો થતાં હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
તારીખ 31 જાન્યુઆરીના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાં મજૂરી કામ કરવા માટે યુપીથી બે મહિના પહેલા જ તેના મિત્ર મુલચંદ ભાઈના ઘરે રહેવા માટે આવ્યો હતો. મૂળચંદ ભાઈ અને તેનો પુત્ર સાથે રહેતા હતા ત્યારે પપ્પુ નામનો યુવક પણ તેમના ઘરે રહેવા લાગ્યો હતો. બાદમાં મૂળચંદભાઈ અને તેમનો મિત્ર પપ્પુ સાથે કલર કામ કરતા હતા. જોકે મિત્રના પુત્ર ચેતન ગુપ્તા અને પપ્પુ વચ્ચે જમવાની બાબતે ઝઘડો થયો હતો.
જો કે આ ઝઘડાએ લોહિયાલ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેના ભાગરૂપે આવેશમાં આવેલા ચેતન ગુપ્તાએ પપ્પુ નામના યુવક પર હથોડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવને પગલે લિંબાયત પોલીસ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને હત્યા કરનાર આરોપી ચેતન ગુપ્તાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે આ મામલે પોલીસે નિષ્ક્રિયતાને લઈને વિસ્તારમાં સતત હત્યાની ઘટનાઓ બનતી હોય છે.
નજીવી બાબતમાં ઝઘડો થતા પિતાના મિત્રની હત્યા તેના જ પુત્રએ કરી નાખી હતી. આ બનાવ બાદ આરોપી પુત્ર ફરાર થઈ ગયો હતો. જોકે પુત્ર દ્વારા તેના મિત્રને ઘા માર્યા બાદ ખુદ પિતા તેને સારવાર માટે લઈ ગયા હતા પરંતુ ટૂંકી સારવાર બાદ જ મોત નિપજ્યું હતું.