કિર્તેષ પટેલ, સુરતઃ ઉમરા પોલીસે ઝડપી લીધાલા હત્યાના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.એ દરમિયાન તેણે અગમ્ય કારણોસર કોર્ટના ત્રીજા માળેથી નીચે કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નીચે પટકાયેલા આરોપીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઉમરા પોલીસે હત્યાની કોશિષ (307 કલમ) કરનાર આરોપી રાકેશ મહાલેની ધરપકડ કરી હતી. બાદમાં આજે બપોરના સમયે કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે ત્રીજા માળેથી કૂદકો લગાવી દેતા નીચે પટકાયો હતો.
સદનસીબે વકીલોના ટેબલ પર છાંયા માટે બનાવાયેલા પતરાના શેડ પર આરોપી પટકાયો હતો. જેથી તેને ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો.