સુરતના (Surat) સચિન-કનસાડની જમીનનું મુંબઈના વેપારીને એક વખત વેચાણ કર્યા બાદ બીજી વખત વેચાણ કરી 80 લાખ પડાવી લેવા ઉપરાંત સેટલમેન્ટ કરાવવાના બહાને 1 કરોડથી વધુની માંગણી કરનાર જમીનના મૂળ માલિક પિતા-પુત્ર અને ભત્રીજા વિરૂધ્ધ સચિન જીઆઇડીસી પોલીસમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાય છે. મુજબ મુંબઇ-થાણેની વિહાંગ વિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડીંગ મટીરીયલ્સના વેપારી કમલેશ બાલચંદ દેસાઇ વર્ષ 2012 માં સચિન-કનસાડ ગામના રેવન્યુ સર્વે નં. 882 ના બ્લોક નં. 787 વાળી જમીન તેના મૂળ માલિક મોહન રણછોડ નાયક, તેના પુત્ર નિલય નાયક અને ભત્રીજા કાશ બળવંત નાયક (ત્રણેય રહે. બ્રાહ્મણ ફળીયું, કનસાડ) પાસેથી પત્ની શિલ્પા વોરાના નામે 80 લાખમાં ખરીદી હતી.
ગત દિવાળીના સમયે કમલેશ ઉપરોકત જમીન જોવા ગયા ત્યારે જમીન પર વિજયસિંહ ખુમાનસિંહ ગોહિલ (બાપુ) નો કબ્જા હતો. જમીન પર કબ્જા કરનાર મહેન્દ્ર નામના વ્યક્તિઍ આ જમીન મોહનભાઇના પુત્ર નિલય નાયકે જુન 2002 માં વિજયસિંહને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે એવું કમલેશને કહેતા તે ચોંકી ગયો હતો.
જેથી કમલેશે નિલય અને કાશનો સંર્પક કરતા વિજયસિંહને જમીન વેચી નથી અને અમે હાથ ઉછીની રકમ લીધી હતી અને રકમ પરત કરી આપવાનું લખાણ કરી આપ્યું છે પરંતુ દસ્તાવેજ કરી આપ્યો નથી.
હાલમાં વિજયસિંહે અમારી સાથે ગદ્દારી કરે છે, પરંતુ બાપુની બહુ ધાક છે એટલે અમે બીજુ કંઇ કરી શકતા નથી એમ કહી વિજયસિંહ સાથે સેટલમેન્ટ કરાવાના બહાને વ્યાજના 50 લાખ અને વ્યાજનું વ્યાજ અને ખર્ચ મળી 1 કરોડ આપવાના છે તે રકમ તમે આપો અને ત્યાર બાદ વિજયસિંહ સાથે વાત કરી ફાઇનલ એમાઉન્ટ કહેશે એમ કહ્યુ હતું.
કમલેશે જમીન ખરીદી પેટે 80 લાખ ચુકવી દીધા બાદ વિજયસિંહના નામે વધારાની રકમની માંગણી કરતા છેવટે આ અંગે કમલેશે પિતા મોહન, પુત્ર નિલય અને ભત્રીજા કાશ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.સચિન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર