Home /News /surat /સુરત : મુંબઈની યુવતીને Fake ID બનાવી જાળમાં ફસાવી, દુષ્કર્મ ગુજારી અંગત તસવીરો Viral કરી

સુરત : મુંબઈની યુવતીને Fake ID બનાવી જાળમાં ફસાવી, દુષ્કર્મ ગુજારી અંગત તસવીરો Viral કરી

આરોપી જીગો મૂળ અમરેલી જિલ્લાનો વતની છે અને મુંબઈમાં તેમે આ દુષ્કર્મ ગુજાર્યુ હતું.

Surat News : મુંબઈની યુવતીના નગ્ન વીડિયોના સ્ક્રીન શોટ પાડી સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની આપી હતી ધમકી, 1 વર્ષથી વોન્ટેડ આરોપી મૂુળ અમરેલીનો વતની જીગો સુરતથી ઝડપાયો

એક વર્ષ પહેલાં મુંબઇના (Mumbai)  સહારા (Sahara) પોલીસ સ્ટેશનમાં (Police Station)  આ કોલેજીયન યુવતીએ (Collage Girl) ડી.જે. મેક્સ ઓઝા ઉર્ફે જીગ્નેશ ઉર્ફે જીગો રતિલાલ ઓઝા વિદ્ધ બળાત્કાર (Rape) તથા આઇ.ટી. એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. આ યુવતી ફેસબુક ઉપર ડી.જે. મેક્સના નામથી એકાઉન્ટ ધરાવતાં શખ્સ સાથે પરિચયમાં આવી હતી. ફેસબુક ઉપર જ આ યુવાન સાથે પ્રેમમાં પડેલી આ યુવતીના ઘરે મળવા આવેલાં આ યુવાને પોતાનું સાચું નામ જીગ્નેશ ઓઝા હોવાનું બતાવ્યું હતું અને લગ્ન કરવાનું જણાવી તે જ વખતે તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.

જોકે ત્યારબાદ આ શખ્સે આ યુવતીને પરેશાન કરવાનું શરુ કર્યું હતું. આ યુવતી ઉપર શંકા રાખવાની સાથે અભદ્ર વ્યવહારથી કંટાળી સંબંધ તોડી નાંખતા આ શખ્સ આ યુવતીના જે નગ્ન વિડીયો કોલ કર્યા હતા તેના સ્ક્રીન શોટ્સ તથા ફોટો યુવતીના સંબંધીઓને મોકલવાની સાથે સોશ્યિલ મિડીયાના તેના એકાઉન્ટમાં પણ વાયરલ કરી દીધા બાદ ફોન નંબર બંધ કરી દેવાની સાથે સોશિયલ મિડીયાના તેના એકાઉન્ટસ પણ બંધ કરી દીધા હતા.

આ પણ વાંચો : વડોદરા : હાર્ટ એટેકનો Live Video,બિલ્ડર દર્શન કરતા કરતા ઢળી પડ્યા, મંદિરમાં જ થયું મોત

યુવતીને તેના નામ સિવાય તેનું સરનામું પણ ખબર નહોતું. આ શખ્સ ગુજરાતી હોવા પૂરતી જ માહિતી તથા ફેસબુક એકાઉન્ટનો (facebook) તેનો ફોટો માત્ર હોઇ મુંબઈ પોલીસે સુરત પોલીસ પાસે મદદ માગી હતી. આ યુવાનને ફોટોના આધારે ટ્રેક કરી ઇન્સપેક્ટર આર.એસ. સુવેરાના માર્ગદર્શનમાં એ.એસ.આઇ. જલુ મગન અને કોન્સ્ટબલ અશોક લૂણીએ તેને ઝડપી લીધો હતો.
" isDesktop="true" id="1115185" >

પોલીસની તપાસમાં આ 31 વર્ષીય જીગ્નેશ ઓઝા અમરેલી જિલ્લાના ઉટીયા ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું. બાળપણમાં જ પિતાનું અવસાન થયું હતું. આઠ વર્ષ પહેલાં માતાએ બીજું લગ્ન કરી લીધા. હોઇ જીગ્નેશ એકલો જ મુંબઇના ભાયંદર વિસ્તારમાં રહી ડી.જે. વગાડતો હતો.

આ પણ વાંચો : Exclusive : મહીસાગરમાં ગેરકાયદેસર ગર્ભપાતનો Viral Video, મકાનના વાડામાં 'માનવતાની હત્યા'

ગુનો કર્યા બાદ તેણે ડી.જે.ના કામ સાથે ઘર પણ ખાલી કરી દીધું હતું. ફેસબુક અને ઇન્સ્ટા.ના તમામ એકાઉન્ટ ડિલીટ કરી ફોન નંબર પણ બદલી મુંબઇ ની આરાધ્યા ટ્રાવેલ્સની બસમાં ક્લીનર તરીકે નોકરીએ લાગી ગયો હતો. અને બનાસકાંઠાના પાથાવાડાની કરણી હોટેલના પાર્કિંગમાં રહેતો હતો.
Published by:Jay Mishra
First published:

Tags: Crime news, Gujarati news, Latest crime news, Mumbai girl Raped by Amreli Youth Jignesh, Surat Crime, Surat crime news, Surat Gujarati News, Surat news, Surat Police caught Mumbai Rape Accused